રાજકોટમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાતા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ સમિતિનાં સદસ્ય, શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને જાણીતા જૈન શ્રેષ્ઠી મયુરભાઈ શાહનો કાલે જન્મદિવસ છે. જીવનમાં હંમેશા પરગજુ પ્રવૃતિ અને સાધુ-સંતોની વૈયાવચ્યમાં અગ્રેસર અને મિલનસાર સ્વભાવનાં મયુરભાઈનાં જન્મદિવસે શાસ્ત્રી દિવાકર પૂ.મનોહરમુની મહારાજ, પરમ શ્રદ્વેય પૂ.ધીરજમુની મહારાજ સાહેબ, પૂ.નયનપદ્મસાગર સુરીશ્વરજી મ.સા. અને રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબે આશીર્વાદ પાઠવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, કર્ણાટક રાજયનાં રાજયપાલ વજુભાઈ વાળા, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી ચેરમેન મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ-ગાંધીનગર, પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજ અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મહામંત્રી જીતુભાઈ કોઠારી અને દેવાંગભાઈ માંકડ, નરેન્દ્રસિંહ ઠાકુર ચેરમેન શિક્ષણ સમિતિ, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, જીતુભાઈ ચાવાળા, જીતુભાઈ બેનાણી, હરેશભાઈ વોરા, નિતીનભાઈ કામદાર, દિનેશભાઈ પારેખ, મેહુલ દામાણી, જયેશ વસા, સુજીત ઉદાણી સહિતનાં અનેક મહાનુભાવો ઉપરાંત મયુરભાઈની લાડકી દીકરીઓ કિંજલ અને રાજવીએ શુભેચ્છા પાઠવી છે. કીંજલ પ્રોપર્ટીઝનું સફળ સંચાલન કરતા મયુરભાઈ શાહ ભુતકાળમાં જૈન સોશ્યલ ગ્રુપ-રાજકોટ મીડટાઉનનાં પ્રમુખ તરીકે બેનમુન સેવા આપી ચુકયા છે. સંગીત, વાંચન અને પ્રવાસનો શોખ ધરાવનાર અને અનેકવિધ સેવાકીય-સામાજીક સંસ્થાઓ જેવી કે પંચનાથ મહાદેવ ટ્રસ્ટ અને શ્રી પંચનાથ એનીમલ હોસ્પિટલનાં ચેરમેન તરીકે તેમજ જૈનમ, જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન, વિશ્વ વણિક સંગઠન, દશાશ્રીમાળી જૈન સમાજ, દીકરાનું ઘર-વૃદ્ધાશ્રમ, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, સ્થાનકવાસી જૈન શેઠ ઉપાશ્રય સાથે સંકળાયેલા છે. ભારતીય જનતા પક્ષમાં સતત બે ટર્મમાં કોષાધ્યક્ષ તેમજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં પૂર્વ સદસ્ય તરીકેની જવાબદારી સક્રિયતાથી સંભાળેલ હતી. ઉપરાંત રાજકોટ ડિસ્ટ્રીકટ ટેલીકોમ એડવાઈઝરી બોર્ડનાં સદસ્ય તરીકે સતત બે ટર્મમાં સેવા આપી ચુકેલ છે. હાલમાં તેઓ ગુજરાત રાજયનાં ચાઈલ્ડ રાઈટસ કમીશનનાં ડીરેકટર તરીકે ઉત્કૃષ્ટ સેવા આપી રહ્યા છે. મયુરભાઈ શાહને મોબાઈલ નં.૯૪૨૮૨ ૦૦૦૭૫ ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
Trending
- નબળા હૃદય વાળા આ આર્ટીકલથી દુર રહેજો
- સુરત: કતારગામમાં નજીવી બાબતે કરાઈ હ-ત્યા
- તમે Gmail માં ઈમેલને તમારી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકો છો! ફક્ત 4 STEPS અનુસરો
- CM પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું
- અમેરિકાએ ભારતને 1400થી વધુ પ્રાચીન મૂર્તિઓ પરત કરી
- ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’નું મોશન પોસ્ટર રિલીઝ, 24 જાન્યુઆરી 2025ના રોજ થશે રિલીઝ
- પરિણીત અભિનેતાએ ધર્મ બદલીને બીજી વાર લગ્ન કર્યા, ત્રીજી સાથે પ્રેમ થયો અને ‘ડ્રીમ ગર્લ’નું તૂટ્યું દિલ
- PM નેતન્યાહુના ઘર પર ફરી 2 રોકેટથી હુમલો, ઈઝરાયેલમાં ખળભળાટ