- સંગઠનના માણસ-સેવાના સાધક
- ગુજરાતના સાચા સીએમ (કોમનમેન) રાજકોટના પનોતાપુત્ર અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિન છે. આજે તેઓ પોતાની યશસ્વી અને સફળ કારર્કિદીના 68 વર્ષ પૂર્ણ કરી 69માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે
વિજયભાઈ રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ બર્માના રંગુન (હવે યાંગોન, મ્યાનમાર)માં થયો હતો. તેઓ નાની ઉંમરે જ પરિવાર સાથે રાજકોટમાં રહેવા આવી ગયા હતા. તેઓ નાનપણથી જ રાષ્ટ્રના રંગે રંગાયેલા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડીગ્રી મેળવી હતી. 1971માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) સાથે જોડાયા હતા 1981માં ભાજપના સક્રિય સભ્ય બન્યા. તેઓએ 1987થી 2000 સુધી રાજકોટ મહાનગરપાલીકાના કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. આ સમયકાળ દરમિયાન વિજયભાઈએ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અને ડ્રેનેજ સમિતિના ચેરમેન એમ વિવિધ પદ પર જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ રાજય સરકાર દ્વારા તેઓની નિયુકતી ગુજરાત રાજય સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેન તરીકે નિયુકતી કરવામાં આવી હતી. 2006માં ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન બનાવાયા 2006થી 2012 સુધી તેઓ રાજયસભાના સાંસદ રહ્યા હતા. ત્યારબાદ તેઓની નિયુકતી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તરીકે નિયુકતી કરવામાં આવી હતી. વજુભાઈ વાળાને કર્ણાટકના રાજયપાલ બનાવવામાં આવતા ખાલી પડેલી રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ભાજપે 2014માં વિજયભાઈ પર પસંદગીનું કળશ ઢોળ્યું હતુ. તેઓ પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા.
આનંદીબેન પટેલની સરકારમા તેઓને રાજય સરકારના પરિવહન, પાણી-પુરવઠા અને શ્રમ રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ જવાબદારીની સાથે તેઓને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. ઓગસ્ટ 2016ના રોજ ભાજપ હાઈકમાન્ડ દ્વારા વિજયભાઈ રૂપાણીના શીરે ગુજરાતના મુખ્યમંત્રીનો તાજ મૂકવામાં આવ્યો હતો. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિજયભાઈના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. પક્ષ દ્વારા ફરી 2017માં તેઓને ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. સીએમ તરીકેના તેઓના પાંચ વર્ષના કાર્યકાળમાં ગુજરાત તેમાં પણ ખાસ કરીને રાજકોટ વિકાસના અનેક મહત્વપૂર્ણ સિમાચિહનો હાંસલ કર્યા હતા. તેઓએ ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થકેર અને શિક્ષણ સુધારા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતુ. રોકાણ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા વાયબ્રન્ટ ગુજરાતની પહેલ શરૂ કરી હતી. 11 સપ્ટેમ્બર 2021ના રાજે તેઓએ ‘વ્યકિતસે બડા દલ, દલસે બડા દેશ’ના સિધ્ધાંત અનુસાર હાઈકમાન્ડનો આદેશ મળતા જ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતુ. હાલ તેઓ પંજાબ રાજયના ભાજપના રાષ્ટ્રીય પ્રભારી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
‘અબતક્’ પરિવાર સાથે પારિવારિક ધરોબો ધરાવતા ગુજરાતના સાચા સીએમ (કોમન મેન) વિજયભાઈ રૂપાણીના જન્મદિન નિમિતે આજે ચોમેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. તેઓ જીવનમાં સફળતાના શિખરો સર કરે અને દીર્ધ આયુ ભોગવે તેવી શૂભકામના ‘અબતક’ પરિવાર પાઠવી રહ્યું છે.
- રાજકોટવાસીઓ માટે પાણીનો પોકાર ભૂતકાળ બન્યો: સૌરાષ્ટ્રનો પણ થયો સૂર્યોદય
- આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એઇમ્સ, સૌરાષ્ટ્રના જળાશયોનું સૌની યોજના સાથે ઝડપી
- જોડાણ, બસપોર્ટ જેવી અનેકવિધ ભેટ વિજયભાઇના કાર્યકાળમાં મળી
વિજયભાઇ રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષના કાર્યકાળમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કાયાપલટ થઇ ગઇ છે. સંગઠનના માણસ ગણાતા વિજયભાઇ સરકારમાં પણ સરતાજ બની ઉભરી આવ્યા હતા. રાજકોટની વસતી અને વિસ્તારનો સતત વધારો થઇ રહ્યો છે. જેની સામે જળાશયોની સંખ્યા યથાવત છે. આજની તારીખે ભરચોમાસે રાજકોટ નર્મદાના નીર પર આધારિત છે. શહેરની જળ જરૂરિયાત સંતોષતા આજી, ન્યારી અને ભાદર ડેમને સૌની યોજના સાથે જોડી વિજયભાઇએ રાજકોટ માટે પાણીનો પ્રશ્ર્ન ભૂતકાળ બનાવી દીધો છે. સૌરાષ્ટ્રને પણ અનેકવિધ પ્રોજેક્ટની ભેટ તેઓના કાર્યકાળમાં મળી છે. ખરેખર સીએમ તરીકે તેઓનો પાંચ વર્ષનો સમય સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ માટે એક સુવર્ણ કાળ ગણાવી શકાય. તેઓના કાર્યકાળમાં રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ભેટ મળી. આ ઉપરાંત એઇમ્સ હોસ્પિટલ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બસપોર્ટ પ્રાપ્ત થયું. અનેક એવા પ્રોજેક્ટ છે. દાયકાઓ સુધી સાકાર થવાનું રાજકોટ કે સૌરાષ્ટ્રવાસીઓ સ્વપ્નું પણ નિહાળતા ન હતાં. તે વિજયભાઇના સમયમાં પૂરા થયા છે.