૧૧ દિવસીય મહોત્સવમાં ૧૧ લાખથી વધુ ભાવિકોની મેદની ઉમટી: પુર્ણાહુતિ પ્રસંગે સાઇરામ દવેનો ડાયરો યોજાયો

ગાંધીનગરમા અડાલજની ભૂમિ પર ત્રિમંદિરના પ્રાંગણમાં ૧૧ દિવસ માટે ઉભી થયેલી જોવા જેવી દુનિયા મહોત્સવનો છેલ્લો દિવસ આ અંત નહી પણ એક નવી શરુઆત છે ના સંદેશ સાથે ખુબ ધામધૂમથી ઉજવાય ૧૪ હજાર થી વધુ સેવાર્થીની દિવસ-રાતની મહેનતને સાર્થક કરતા આ મહોત્સવને ૧૧ દિવસમાં આશરે ૧૧ લાખથીવધુ મુલાકાતીઓનો અદભુત પ્રતિસાદ સાંપડયો .

આ મહોત્સવના છેલ્લા દિવસે ગ્રાન્ડ ફિનાલેનુૅ આયોજન થયું હતું. તેમા સૌ પ્રથમ પૂ.શ્રીએ સેવાથીઓને પ્રોત્સાહીત કરતા આશીવચન પાઠવ્યા હતા. આખા મહોત્સવની ઝાંખી દર્શાવતા વિડીયો દ્વારા ૨૦૧૩માં આ જન્મોત્સવના પૂજયશ્રી દ્વારા ઉલ્લેખથી લઇને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ની વિશ્વવ્યાપી ધુન, વર્કશોપ અને મહીનાઓથી ચાલી રહેલી તૈયારીઓ વગેરે દર્શાવાયા હતા.

આ મહોત્સવ નિવિદનો પાર પડે તે હેતુથી દાદા ભગવાન પરિવાર સાથે સંકળાયેલા વિશ્વભરના તમામ સેન્ટરોમાં હજારો અનુયાયીઓ દ્વારા ઠેર ઠેર અસીમ જયજયકારની અખંડધૂનનું ગુંજન થયું હતું. તે ક્ષણોને ફરીથી આ ઝાંખીમાં વણી લેવામાં આવ્યો હતો. ગ્રાન્ડ ફિનાલે ૧૫૦ થી વધુ બળ અને યુવા કલાકારોને સાંકળતા શ્રી અંકુરભાઇ પઠાણ દ્વારા કોરીયાગ્રાફ થયેલા, એક સુંદર ડાન્સનું પ્રદર્શન કર્યુ હતું. છેવટે જોવા જેવી દુનિયા ને સાકાર કરવામાં જેમનો ફાળો રહ્યો છે તેવા પ્રોફેશન કલાકારોનું પૂજયશ્રીના આશીર્વાદ સાથે બહુમાન કરવામાં આવ્યું હતું.

આ મહોત્સવની પુર્ણાહુતિ ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર સાઇરામભાઇ દવે દ્વારા થઇ હતી. જેમાં તેમની આગવી સ્ટાઇલમાં મહોત્સવ સાથે સંકળાયેલા સેવાર્થીના ખાટા મીઠા પ્રસંગોને  વણી લેેતાનોન સ્ટોપ હાસ્યના ડાયરાનું આયોજન થયું હતું. હાસ્યની છોળો અને હ્રદયસ્પર્થી ભાવનાઓ મિશ્રિત આ ડાયરાનો લગભગ ૪૦ હજારથી વધુ જનમેદની આસ્વાધ લીધો હતો.

વિશ્વભરના ૩૦ જેટલા દેશોમાંથી આવેલા ૩૦૦૦ જેટલા અને ૩૦૦ વિદેશીઓએ પણ આ ઉત્સવમાં ઘરના ઉત્સવની જેમ ખભેખભા મિલાવીને સેવા આપી. તે પ્રત્યેએ સંતોષ અને આનંદ વ્યકત કર્યો. ફુગ્ગા અને કોલ્ડપાઇરો સાથે સેલિબ્રેશનના માહોલમાં ગ્રાન્ડ ફિનાલેના રોમાચક વાતાવરણમાં દાદાશ્રીની ૧૧૧મી જન્મ જયંતિ મહોત્સવનું સમાન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.