વડાપ્રધાન મોદીએ જન્મદિવસની શુભેચ્છા આપતા કહ્યું: રાષ્ટ્રપતિ કોવિંદની સમ્રધ દીર્ધદ્રષ્ટિ અને નીતિગત સમજદારી દેશ માટે મોટી સંપતિ સમાન
ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના લોકો સુધી કાનુની સહાય પહોંચાડવામાં રાષ્ટ્રપતિ કોવિંદની મહત્વની ભૂમિકા
ભારતના ૧૪માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે ૭૫મો જન્મદિવસ છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી, ઉપરાષ્ટ્રપતિ એમ. વૈકેયા નાયડુ, ગૃહમંત્રી અમિતશાહ સહિતના કેન્દ્રીયમંત્રી અને દેશના નાગરિકોએ ટ્વિટ કરી શુભેચ્છાઓ પાઠવી છે.
પીએમ નરેન્દ્રમોદીએ રાષ્ટ્રપતિ કોવિંદને જન્મદિવસની શુભકામનાઓ આપતા અને તેમની લાંબી ઉમંરની કામના કરતા જણાવ્યું હતું કે તેઓની સમ્રધ્ધ દીર્ધદ્રષ્ટિ અને નીતિગમ મામલોની સમજદારી આપણા રાષ્ટ્ર માટેએક મોટી સંપતીના રૂપમાં છે તેઓ જરૂરિયાતમંદોની સેવા કરવા પ્રત્યે ખુબ જ દયાળુ છે. કેન્દ્રિય ગ્રૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં રામનાથ કોવિંદને જણાવ્યું હતુ કે, દેશના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના કલ્યાણ તેમજ સશકિતકરણ માટે તમારુ સમર્પણ અમને બધાને પ્રેરિત કરે છે. તમારી બુધ્ધિમતા અને કૌશલથી દેશને નવું બળ મળ્યું છે.
જણાવી દઇએ કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો જન્મ ૧લી ઓકટોમ્બર, ૧૯૪૫ના રોજ ઉતર પ્રદેશના કાનપુર જીલ્લાના તહસીલ ડેરાપુરના એક નાના એવા ગામ પરૌખમાં થયો હતો. રાષ્ટ્રપતિ બન્યા પહેલા તેઓ બિહારના રાજયપાલ રહી ચૂકયાં છે. વર્ષ ૧૯૭૧માં દિલ્હી હાઇકોર્ટમાં વકીલ તરીકેની સેવા આપી હતી. આ જ દરમિયાન તેઓ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઇના અંગત સહાયક પણ રહ્યા હતા. ૧૯૭૮માં તેઓ સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન-રેકોર્ડ બન્યા હતા ૧૯૮૦થી ૧૯૯૩ સુધી તેઓએ સુપ્રીમમાં કેન્દ્રિય સરકારના સ્થાપી અભિવકતા તરીકે પણ કામ કર્યુ હતું. વિવિધ હાઇકોર્ટમાં તેઓએ ૧૬ વર્ષ સુધી વકાલત કરી ભારતના ગરીબ અને જરૂરિયાત વર્ગના લોકોને કાનૂની સહાયત આપવામાં મુખ્યભૂમિકા પણ ભજવી છે.
૧૯૯૧માં ભારતીય જનતા પાટીમાં જોડાયા અને ૧૯૯૪માં ઉતરપ્રદેશથી રાજયસભાના સભ્ય તરીકે ચુંટાયા. ૧૨ વર્ષ સુધી સાંસદ રહ્યા. ૧૯૯૮થી વર્ષ ૨૦૦૨ દરમિયાન તેઓ અનુસૂચિત જાતિ મોર્ચોના અધ્યક્ષ પણ રહ્યા હતા. ત્યારબાદ દેશના ૧૪મા૦ રાષ્ટ્રપતિ બન્યા અને અનેકો મહત્વના બીલ પર હસ્તાક્ષર કરી વિદ્યેયકોને કાયદાઓમાં પરિવર્તીત કર્યા.