બોલીવુડની નામાંકિત ગાયિકાઓમાં જેમનો સમાવેશ થાય છે. તેવા આશા ભોંસલે ઉર્ફે  આશા દીદીનો આજે જન્મદીવસ છે. બોલીવુડની ફેમસ પ્લેબેક સિંગર આશા ભોંસલે જેનો જન્મ ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ સાંગલીમાં થયો હતો. આજે પણ આશા ભોંસલેના ગીતો સુપરહિટ છે. આશા ભોંસલે કે જે લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી છે. આશાએ ફિલ્મી અને નોન ફિલ્મી લગભગ ૧૬ હજાર ગીતો ગાયા છે. અને તેની અવાજના ચાહકો પુરી દુનિયામાં ફેલાયેલા છે.

આશાજીએ હિંદી સિવાય મરાઠી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ભોજપુરી, તમિલ, મલયાલમ, અંગ્રેજી અને રુસી ભાષામાં પણ અનેક ગીતો ગાય છે. આશા ભોંસલેએ પોતાનુ પહેલુ ગીત ૧૯૪૮માં ‘સાવન આયા’ ફિલ્મ ‘ચુનરિયા’ સંગીત, ગઝલ અને પોપગીત જેવા દરેક ક્ષેત્રમાં પોતાના અવાજનો જાદુ વિખેર્યો છે. અને દરેક ક્ષેત્રમાં એક સમાન સફળતા મેળવી છે. તેઓએ આર.ડી. બર્મન સાથે લગ્ન કર્યા હતા. બોલીવુડની જાણીતી અનેક હસ્તિયોએ પણ આશાજીને તેમના જન્મદીન પર શુભેચ્છાઓ આપી છે. તેમજ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમને શુભેચ્છા પાઠવી છે. અમિતાભે સોશ્યલ મિડિયા સાઇટ્સ ફેસબુક પર આશાજીને શુભકામના આપતા લખ્યુ છે કે આશાજીને જન્મદિનની ખૂબ સારી શુભેચ્છાઓ…સ્નેહ આધાર….

આશાજીના પિતા દીનાનાથ મંગેશકર પ્રસિધ્ધ ગાયક તેમજ અભિનેતા હતા. તેમના પિતાએ ખૂબ જ નાની ઉંમરમાં સંગીતની તાલીમ આપવાનું શ‚ કરી દીધુ હતું. જ્યારે આશા દીદી લગભગ ૯ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થઇ ગયુ હતું. પિતાના મૃત્યુ પછી તેમનો આખો પરિવાર મુંબઇ આવીને રહેવા લાગ્યો. તેમની મોટી બહેન લતા મંગેશકર કે જે ‘સ્વર કોકિલા’ ના નામથી ઓળખાય છે. પિતાના મૃત્યુ પછી બંને બહેનો પર  પરિવારની જવાબદારી આવી ગઇ. જેના કારણે તેની મોટી બહેન લતા મંગેશકરે ગાયન અને અભિયન શરૂ કરી દીધા.આશા ભોંસલે હિંદી ફિલ્મ જગતની મશહુર ગાયિકા છે. આશાજીને તેમના જન્મદીન પર ખૂબ સારી શુભેચ્છાઓ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.