રાત્રીનાં ૧૨ના ટકોરે જગતમંદિર પરિસર ભાવિકોના ‘નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી’ના ગગનચુંબી નાદ સાથે ગુંજી ઉઠ્યું

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે શ્રાવણી આઠમ એટલે જન્માષ્ટમીના પાવન અવસરે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના ભકિતમય વાતાવરણમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ. રાત્રીનાં બારના ટકોરે શ્રી દ્વારકાધીશના ત્રૈલોકય સુંદર જગતમંદિરમાં જળહળતી રોશની વચ્ચે સમગ્ર દ્વારકા નગરીનો માનવ મહેરામણ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત તેમજ વિશ્ર્વભરમાંથી આવેલ હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભર્યો, જય કનૈયા લાલ કી ના ગગનભેદી નાદ સાથે જન્માષ્ટમી પર્વ ઉજવાયો.યાત્રાધામ દ્વારકામાં સદીઓથી શ્રી કૃષ્ણ ભગવાનના જીવનચરિત્રના મહત્વના દિવસો ઉત્સવોની જેમ પરંપરાગત રીતે ઉજવાય છે. હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ મનુષ્ય જીવનની યાત્રા ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન વગર અધૂરી છે. એટલે જ કદાચ દ્વારકાને મોક્ષપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે.

birthday-celebration-of-kaliya-thakorjis-7th-birth-anniversary-at-dwarkadhish-jagat-mandir
birthday-celebration-of-kaliya-thakorjis-7th-birth-anniversary-at-dwarkadhish-jagat-mandir

જન્માષ્ટમી પર્વ નિમિતે ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર પરિસરને કલાત્મક લાઈટીંગ તથા ડેકોરેશનથી સુશોભીત કરવામાં આવેલ રાત્રીનાં બાર કલાકો થયેલ જન્મોત્સવ આરતીમાં કાંકરેજના ભૂતપૂર્વ ધારાસભ્ય અને દ્વારકાધીશના પરમ ભકત, દેવભૂમિ દ્વારકાના કલેકટર, દેવસ્થાન સમિતિના વહીવટદાર તેમજ મોટી સંખ્યામાં અધિકારીગણ ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.