મેળામાં જીજ્ઞેશ કવિરાજ સહિતના કલાકારો જમાવટ કરશે
સુરેન્દ્રનગર સાતમ-આઠમના મેળાઓ યોજવા સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાના પદાધિકારીઓને મેળાની મંજુરી માટે સફળતા મળી છે. જેના ફળ સ્વરૂપે હવે જિલ્લાના મુખ્ય એવા શહેરોએટલે કે સુરેન્દ્રનગર અને વઢવાણમાં જન્માષ્ટમી લોકમેળાનો ધમધમાટ શરૂ થઇ જતા શહેરીજનો સાથે ગ્રામ્યપંકની પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકામાં જન્માષ્ટમી પર્વના મેળાઓ યોજવા પાલિકા તંત્ર દ્વારા મંજુરી મેળવવાની કાર્યવાહી માટે કલેકટર કે.રાજેશના અધ્યક્ષ સનેબેઠક યોજાઇ હતી.
જેમાં સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ વિપીનભાઈ ટોલીયા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા, કારોબારી ચેરમેન અશોકસિંહ પરમાર અને એન્જિનીયર હેરમા. ચીફ ઓફિસર અમીતકુમાર પંડયા ઉપસ્થિત રહ્યા હતાં. પરિણામે સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં જન્માષ્ઠમી મેળો તા. ૧ સપ્ટેમ્બરે ખૂલ્લો મૂકાશે. આ ઉપરાંત વઢવાણ પાલિકાના પ્રમુખ ખમ્માબા જી.ડોડીયા, ઉપપ્રમુખ ભોજરાજસિંહ જાડેજા, મેળા કમિટીના ચેરમેન યુવરાજસિંહ મોરી, રાયસંગભાઈ ડોડીયા, ચીફ ઓફિસરવશરામભાઈ વી.રાવળ દ્વારા મેળો યોજવા કલેકટર પાસે મંજુરી અર્થે કાર્યવાહી કરી હતી. પરિણામે મંજૂરી મળતા વઢવાણના ઐતિહાસિક રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડમાં આ જન્માષ્ટમી લોકમેળો તા. ૨ સપ્ટેમ્બરે ખૂલ્લો મૂકાશે.
જેના કારણે હાલ આ જોડતા શહેરોમાં લોકમેળાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વઢવાણનો સમગ્ર મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમોને સફળ બનાવવા પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ પાલિકા ચીફ ઓફિસર, આગેવાનો અને કર્મીઓ કામગીરી કરી રહ્યાં છે.