શિવાજી મહારાજના પુત્ર સંભાજીની જન્મજયંતી
સંભાજીનો જન્મ 14 મે, 1657ના રોજ પુરન્દર દુર્ગ, પુણેમાં થયો હતો. સંભાજી શિવાજીના પહેલા પત્ની સઈબાઈના પુત્ર હતા. તેમનો ઉછેર જીજાબાઈએ કર્યો હતો.
સંભાજીનું હુલામણું નામ ‘છવા’ (સવા) એટલે કે સિંહનું બચ્યું હતું. સંભાજી શિવાજીના મૃત્યુ બાદ 10 જાન્યુઆરી, 1681 ના રોજ છત્રપતિ બન્યા. માત્ર 9 વર્ષની ઉમરે તેઓ બધી જ શસ્ત્રક્રિયાને સમર્થ કરી અને શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન પણ મેળવી લીધું હતું.
તેમણે 14 વર્ષની ઉમરે બુદ્ધભૂષણ, નખશિખ, નાયિકાભેદ તથા સાત શાતક નામથી સંસ્કૃત ગ્રંથ લખ્યા હતાં.
ઔરંગઝેબે જ્યાં સુધી સંભાજીને ન પકડે ત્યાં સુધી તાજ ન પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સંભાજી મહારાજએ 9 વર્ષ સુધી ઔરંગઝેબને હરવતા રહ્યા અને દક્ષિણ ભારતમાં પગ ન જમાવવા દીધો.
સંભાજી ઔરંગઝેબ સાથેના યુદ્ધમાં હાર્યા હતા કારણે તેમના એક વ્યક્તિએ દગાથી પકડાવી દીધા હતા. તેઓને પકડીને જેલમાં દરરોજ યાતનાઓ આપતી હતી, તેમને કહેલ કે ઇસ્લામ ધર્મ સ્વીકાર કરે તો જીવતા છોડી દેશે અને રાજ્ય પાછું આપીને વધું શક્તિશાળી બનાવી દેશે.
પરતું સંભાજીએ કહ્યું હતું કે હું આ જન્મ નહીં પરતું 1000 જન્મ સુધી હિન્દુ મરાઠામાં જ જન્મ લઇસ અને ક્યારેય ધર્મ પરીવર્તન નહીં કરું ભલે મારે રાષ્ટ્ર માટે 1000 વખત મરવું પડે
ઔરંગઝેબ દરરોજ ઇસ્લામનો પ્રશ્ન પૂછીને અંગ કાપી નાખતો
ઔરંગઝેબે સંભાજીને યાતના દેવામાં કાઈ બાકી રાખ્યું નહીં તેમને દરરોજ પશ્ન પુછતો કે ઇસ્લામ ધર્મ સ્વીકાર કાર છોડી મૂકીશ પરતું સંભાજી 100 ગણા વધું શક્તિથી ના પાડી દેતા તેનાથી ગિન્નાઇને તેણે દરરોજ નખ જીવતાં ઉખેડી લીધા પરતું સંભાજી ટસના મસ ના થયાં પછી તેમની આખોમાં ગરમ સારીયા નાખીને ફોડી નાખી,
દરરોજ તેમની એક એક આંગણીઓ કાપી નાખી પરતું કોઈ દિવસ તેમણે સ્વીકાર કર્યો નહીં છેલ્લે તેમના વાળ અને અંગો પણ કાપી નાખ્યા હતા તેમ છતાં વીર મરાઠા કોઈ દિવસ નબળા ન પડયા
ઔરંગઝેબે સંભાજીને કહ્યું હતું કે, “મારા ચારમાંથી એક છોકરો તારા જેવો હોત તો આખું હિંદુસ્તાન મુઘલ હસ્તક હોત”.
ઔરંગઝેબે 1 મહિના સુધી તેને તડપાવી તેમની જીભ કાપીને તેમને મારીને નદીમાં ફેંકી દીધા હતા.
તેમનું અવસાન 11 મે, 1689 માં તુલાપુર, પુણે ખાતે થયુ હતું.