- સૃષ્ટિના સર્જનહાર
- મહાઆરતી, શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોની હારમાળા
અબતક, રાજકોટ: સમગ્ર સૃષ્ટિના સર્જક વિશ્વકર્મા પ્રભુજી છે. જેનો આરંભ કે અંત નથી અને જે અનાદિ છે તેવા વિશ્વકર્મા પ્રભુજીના નેત્રો સદાય દયાથી ભરેલા છે. વિશ્વકર્મા પ્રભુજી ત્રણેય લોકનું સંચાલન કરે છે.વિશ્વકર્મા પ્રભુજી સર્વ શકિતમાન અને ગુણોના ભંડાર છે અને તેના ગુણાનુવાદ વેદ, પુરાણ અને શાસ્ત્રો તેમજ ઉપનિષદોએ ગાયા છે.
આ કલિ કાળમાં જ્ઞાન-વિજ્ઞાન અને ઔદ્યોગિક પ્રગતિ તેમજ શિલ્પ, કલા, કૌશલ્ય વગેરેમાં ઉન્નતિ માટે પ્રભુ વિશ્વકર્માની પૂજા સર્વોપરિ છે. એટલે તો વિશ્ર્વના નકશામાં રહેલા તમામ દેશો પ્રાંત-પ્રદેશમાં પ્રભુ વિશ્વકર્મા જયંતીનો ઉત્સવ મહાઉત્સવ તરીકે ઉજવાય છે.
આપણા ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, મહારાષ્ટ્રમાં વિશ્વકર્મા જયંતીનો ઉત્સવ મહાસુદ-13ના દિવસે ઉજવાય છે. ગુજરાતમાં ગુર્જર સુતાર પંચાલ (લુહાર સુથાર) વૈશ્ય સુથાર, મેવાડા સુથાર, કડિયા, સલાટ, સોમપુરા વગેરે વિશ્વકર્મા વંશીઓ તેરસના દિવસે પ્રભુ વિશ્વકર્માની મહાપુજા, સમુહ ભોજન, લોકડાયરો વગેરે જેવા કાર્યક્રમો તથા અમુક પ્રાંતમાં આ દિવસે સમુહ લગ્નોત્સવ તથા મહાઆરતી અને શોભાયાત્રા જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને સર્વે વિશ્વકર્મા પરિવાર આખો દિવસ આનંદ, ઉત્સવમાં વિતાવે છે. આમ ગુજરાતમાં મહાસુદ તેરસના દિવસે વિશ્વકર્મા જયંતી ઉજવે છે. આજ દિવસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના અમુક પ્રાંતોમાં પણ વિશ્વકર્મા જયંતી મનાવવામાં આવે છે. જેના રાજસ્થાનના વંશ સુથાર ભાઇઓ દ્વારા વિશ્વકર્મા જયંતીના ઉત્સવ નિમિત્તે મહાસુદ પ થી મહાસુદ 13 સુધી વિશ્વકર્મા કથાનું પણ અમુક સ્થાનો પર આયોજન કરવામાં આવે છે. તેમજ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના અમુક પ્રાંતોમાં આ દિવસે વિશ્વકર્મા રથ બનાવી શોભાયાત્રારૂપે ગામમાં ફેરવવામાં આવે છે.
વિશ્ર્વકર્મા દાદાએ તેમના પુત્રોને કેટલા સપ્ત સૂત્રો આપ્યા હતા
દૃષ્ટિ ,, ગંજ, દોરી, આવલંબ , કાટખૂણો , સાઘણી, ધ્રુવમર્કટી.શ્રી વિશ્વાકર્માના પુત્રોએ કામ શરૂ કરતાં પહેલા કયો મંત્ર બોલાવો ?જય વિશ્વકર્મણે નમોનમો સ્તુતે, હસ્ત કલેશ હદય વસ્તુતે નામોનામો સ્તુતે, જગત નિયતે જગત પિતે નમોનમો સ્તુતે, કાષ્ટ સંહિતે હસ્તકલે વિશ્વાકર્મણે નમો નમો સ્તુતે.
શ્રી વિશ્ર્વકર્માના પુત્રોએ કેટલા અણુંજા પાડવા જોઈએ?
શ્રી વિશ્ર્વકર્માના પુત્રોએ કુલ સત્તર અણુંજા પાડવા જોઈએ. દરેક માસની અમાસ 12, શ્રી વિશ્ર્વર્ક્મા પ્રભુ પ્રાગટય, મહાસુદ પાંચમ ઈલોડગઢમાં મૂતિ સ્થાપન, મહાસુદ દસમ પૃથ્વીને સ્થિર કરી.
ગજ ઉપર કેટલા દેવ
ગજ ઉપર નવ દેવ છે. દરેક દેવ ત્રણ ઈંચ ઉપર રૂદ્ર, સૂર્ય, વિશ્ર્વકર્મા, અગ્નિ, બ્રહ્મા, કામ, વરૂણ, સોમ, વિષ્ણુ
શ્રી વિશ્વકર્મા દાદાના કેટલા અવતાર
શ્રી વિશ્વકર્મા દાદાના દસ અવતાર થયા છે તેમાં બીજો અવતાર પ્રભાસપાટણ સોમનાથમાં થયેલો છે ત્યાં વિશ્વકર્મા કુંડ પણ હતો.
શ્રી વિશ્વકર્મા દાદાનું કયું નક્ષત્ર અને બીજ મંત્ર
ચિત્રા નક્ષત્રના સ્વામી વિશ્વકર્મા (તષ્ટા) શ્રી વિશ્વકર્મા ગાયત્રી મંત્ર આગમ શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ છે. ૐ એંકલી બ્ડ્રીહુ શ્રી વિશ્વકર્મણે બ્રહ્મ શક્તિ કરૂ કરૂ સ્વાહા.સિધ્ધિ સુખ તેમજ વૈભવ આપે છે અને અનેક પ્રકારનાં કાર્યો કરવામાં સફળતા એવો તે મનુષ્ય પ્રભુના પરમ પદની ગતિનો અધિકારી બને છને.
મહાસુદ તેરસ, વૈકુંઠ કૈલાસ બ્રહ્મપુરી બનાવી દેવોનો ઓચ્છવ શ્રાવણ સુદ 15 યજ્ઞોપવિત્ર (જનોઈ બદલાવી) શ્રાવણ સુદ 11 વિશ્ર્વકર્મા દાદા ઈલોડ ગઢ છોડી સ્વધામ ગયા આસો સુદ દશેરા હથીયારોનું પુજન