ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આત્મીય યુનિવર્સિટી સંકુલમાં સંત મિલન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો
કાર્યક્રમમાં મહામંડલેશ્ર્વર વસંતદાસ બાપુ, જગ જીવનદાસ બાપુ, સૌરાષ્ટ્ર યુનિ. ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણી તથા ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ વિષ્ણુબાપુ દેશાણીનું પૂ. મોરારીબાપુ અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે અભિવાદન કરાયું
કાર્યક્રમના પ્રારંભે પુજય મોરારીબાપુ તથા ઉ5સ્થિત સંતો, મહંતો મહાનુભાવોના વરદહસ્તે દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપતા ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ વિષ્ણુબાપુ દેશાણીએ જણાવ્યું હતું કે સમાજ માટે સમય કાર્યરતઅને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રતિભાઓને સન્માનવાનો વિચાર ઘણાં સમયથી મનમાં હતો અને આ સન્માન પુ. મોરારીબાપુના વરદ હસ્તે કરવામાં આવે તો સોનામાં સુગંધ મળે, આ માટે તલગાજરડા ખાતે રુબરુ પૂ. મોરારીબાપુને મળીને વિનંતી કરતા પૂ. બાપુએ અમારી લાગણીનો સ્વીકાર કરી અમારા આ કાર્યક્રમનમાં ઉ5સ્થિત રહી અમને દીપાવ્યા છે તે માટે અમે ધન્યતા અનુભવીએ છીએ.
શ્રી વિષ્ણુુબાપુએ કાર્યક્રમમાં ઉ5સ્થિત સૌ સંતો-મહંતો મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કરેલ હતું.
આ કાર્યક્રમમાં તાજેતરમાં પ્રયાગરાજ ખાતે યોજાએલ કુંભમાં મહામંડલેશ્ર્વરની ઉપાધિ મળેલ છે. એવા અખગઢ, મહુવા હરિગુરુધામ રામ મંદીરના મહામંડલેશ્ર્વર પૂ. વસંતદાસબાપુ, જુનાગઢ વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ તથા સમાજના બાળકોના શિક્ષણ માટે કાર્યરત દ્વારા તાજેતરમાં જેમની સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ તરીકે નિયુકતી કરવામાં આવેલ છે. એવા ડો. વિજયભાઇ દેશાણી તથા ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજના પ્રમુખ, સમાજ માટે હરહંમેશ કાર્યરત અને પી.આઇ. તરીકે સેવા નિવૃત વિષ્ણુબાપુ દેશાણીનું પૂ. મોરારીબાપુના વહદહસ્તે ફુલહાર, શાલ અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતુ.
સન્માનાર્થીમાંથી પ્રતિભાવ આપતા મહામંડલેશ્ર્વર પૂ. જગજીવનદાસ બાપુએ કહ્યું હતું કે. કે વિવિધ સાધુ સમાજ દ્વારા મારું સન્માન અભિવાદન કરવામાં આવેલ છે. પરંતુ આજે પૂ. મોરારીબાપુના વરદહસ્તે અને આટલા બધા સાધુ સંતોની ઉ5સ્થિતીમાં ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા મારું સન્માન કરવામાં આવેલ છે. હું ધન્યતા અનુભવું છું.
ડો. દેશાણીએ જણાવ્યું હતું કે જાહેરજીવનમાં સૌપ્રથમવાર 1995 માં રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી જીતે અને કોર્પોરેટર તરીકે બાંધકામ અને આરોગ્ય સમીતીના ચેરમેન તરીકે સમાજ સેવાનું કાર્ય કર્યુ.
ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિ.માં ચાર ટર્મ સેનેટ સભ્ય, ચાર ટર્મ સીન્ડીકેટ સભય, એકેડેમી કાઉન્સીલના સભ્ય, મેડીકલ ફેકલ્ટીના અધરધેન ડીન તથા બે ટર્મ સુધી ડેન્ટલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાસભ્ય તરીકે અને વર્તમાનમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ તરીકે શિક્ષણના ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યો છું તેનો મને આનંદ છે. અને આ નવી જવાબદારી આપવા અને મારામાં વિશ્ર્વાસ મુકવા બદલ ગુજરાત સરકાર તથા મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરું છું.