શિકારી પક્ષીઓમાં સૌથી જાણીતું નામ સમડી છે, તે ગીધની જેમ સ્થિર પાંખે હવામાં ચકસવા મારે અને પવનનો લાભ લઇને આકાશમાં કલાકો સુધી ઉડી શકે છે: સમડી પોતાની દિશા ઝડપભેર બદલી શકે છે
ગીધ બાદ ‘સમડી’ પણ હવે લુપ્ત થવાના આરે ઉભી છે: ભારતમાં તેની ત્રણ પ્રજાતિ સર્વત્ર જોવા મળે છે: ચોમાસામાં સમડીની સંખ્યા વધે તો વરસાદનું આગમન થશે, તેવી લોક વાયકા છે: તેના પાવરફૂલ પંજાની તાકાત વડે તે શિકારને જકડી રાખે છે
આકાશમાં ઉડતા પક્ષીઓની દુનિયા નિરાળી હોય છે. ખુબ જ ઊંચે ઉડનારા પક્ષી ઘણી વાર નહી આંખે જોઇ ન શકાય તેટલી ઊંચાઇએ ઉડતા જોવા મળે છે. સમડી અને ગીધ આ બન્ને શિકારી પક્ષીઓ આખો દિવસ પવનની દિશાનો લાભ લઇને ચકરાવા લેતા હોય છે. ઉપરથી શિકાર પર નજર રાખતા એકનો આકાશમા જ શિકાર કરી લે છે.
શિકારી પક્ષીઓમાં સૌથી જાણીતું નામ ‘સમડી’ પક્ષીનું છે. તેની ઝડપ, ચાલાકી અને શિકાર પરનો આઇ કોન્ટેક પાવર ફૂલ હોય છે. તે મુળ માંસાહારી પક્ષી છે. તેની ત્રણ પ્રજાતિ સમગ્ર ભારતમાં જોવા મળે છે. જેમાં એક સામાન્ય સમડી બીજી કાળી પાંખ વાળી અને ત્રીજી બ્રાહ્મીંગ કાઇટ છે. ત્રણેય પ્રજાતિ રંગ-રૂપ અને કદમાં મહદ અંશે જુદી પડે છે. નર માદા બન્ને સરખા લાગે છે પણ નર મોટો હોય છે. માનવ વસ્તી આસપાસ રહેતું આ પક્ષી ગીધની જેમ સ્થિર પાંખોએ હવામાં ચકરાવા લગાવે છે. ગીધ નામ શેષ થયા બાદ સમડી પણ લુપ્ત થવાના આરે છે. પક્ષીની કેટલીક પ્રજાતિ પ્રદુષણ અને ગ્લોબલ વોમિંગને કારણે નાશ પામતી જાય છે.
પક્ષીઓ આપણી ઇકોલોજીકલ સિસ્ટમ સાથે જોડાયેલા છે. પર્યાવરણના રક્ષણ માટે તેની ભૂમિકા અહંમ છે. શહેરીકરણના પગલે જંગલોનો નાશ થતાં તેના આવાસ છીનવાતા તે મુશ્કેલીમાં મુકાયા ખોરાક જેવી મહત્વની જરુરીયાત ન મળતા તેના અસ્તિત્વ પર ખતરો ઝળુંલે છે. સમડી પણ અત્યારે આવી મુશ્કેલીનો સામનો કરી રહી છે. બ્લેક કાઇટ બર્ડ તરીકે સમડી અંગ્રેજીમાં જાણીતી છે. સમડી અન્ય પક્ષીઓ કરતાં તકવાદી શિકારી છે. શિકારની શોધમાં ગ્લાઇડર જેમ ઉડતા ઉડતા ઘણો સમય આકાશમાં વિતાવે છે. કાળી સમડી કે લાલ સમડી દેખાવે નાની મોટી લાગે છે.
સમડી લગભગ બે ફૂટ લાંબી જોવા મળે છે. ભરબજારે ખાવાની ચીજ ઉપર કયાંય ભટકાયા વગર શિકારી એટેક ને ઝપટ મારીને આંખના પલકારામાં કામ પુરુ કરે છે. વૃક્ષ પરની ટોચ ઉપર તે પોતાનો માળો બાંધે છે. તેનો સંવનન કાળ બારેમાસ ચાલુ હોય છે. માદા બે ત્રણ ઇંડા મૂકે છે. તે સર્વભક્ષી સાથે મહેલા જાનવર, પક્ષીઓ ખોરાક આરોગે છે. તે પણ ગીધની જેમ જંગલનો સફાઇ કામદાર છે. ખુબ જ ચતુર પક્ષી સમડી વિશ્ર્વના બધા ગરમ દેશોમાં જોવા મળે છે.
આકાશમાં ઉડવાની તેની ઝડપ બહુ ત તેજ સાથે તેના બે પંજાની તાકાત પાવર ફુલ હોવાથી શિકારને જકડી રાખે છે. તેનું શરીર વિવિધ રંગોથી બનેલું હોય છે. ભુરૂ શરીર, કાળી ચાંચ, પીળા પગ સાથે તેની આંખ બહુ જ સતેજ હોય છે. આપણા દેશમાં કાળી સમડી બહુ સરળતાથી જોવા મળી જાય છે. તેની પૂંછડી સામાન્ય પક્ષી કરતાં મોટી હોય છે.
મરેલા જાનવરોનું સડેલુ માંસ અને બધા જ જીવોને આહાર કરી જાય છે. માનવ વસ્તીની નજીક માળો ડર વગર બાંધે છે. એશિયામાં સમડી વધુ જોવા મળે છે. સાથે તે હવામાનના ફેરફારમાં સ્થળ પણ બદલે છે. વાતાવરણ સાથે અનુકુલ કરવામાં સમડીની માસ્ટરી છે. જંગલોમાં જયારે આગ લાગે ત્યારે બધા જીવો ભાગતા હોય ત્યારે પણ સમડી શિકારની શોધમાં મશગુલ રહે છે. મરેલા જાનવર અને માણસો દ્વારા ફેકાયેલા માંસના અવશેષો ખોરાક તરીકે લેતા પર્યાવરણને ચોખ્ખુ રાખવામાં મદદ કરે છે.
આકાશમાં 10 મીટર ઉપરથી નાનકડા દેડકાને પણ સરળતાથી જોઇને તેનો જેટ ગતિએ ડાઇવ લગાવીને શિકાર કરી શકવાની ક્ષમતા તેની તીવ્ર નજર વાળી આંખને આભારી છે. તેમનો મુખ્ય ખોરાક માછલી, નાનકડા પક્ષી, ચામાચીડીયા, મરેલા જાનવરનું માંસ છે.
પ્રાચિન ઇજિપ્તની પૌરાણિક કથાઓના અનુસાર એવું કહેવાયું છે કે મૃતકોને સજીવન કરવા ભગવાને વિવિધ પરિસ્થિતિમાં પતંગનું રૂપ લીધું હતું સાથે તેની દંતકથામાં પણ સમડીને શિકારી પક્ષી અંકિત કરેલ હતું. તેની પૂંછડીના બે ફાંટા પડતાં વી જેવો આકાર બને છે. સમડી વિશ્ર્વમાં લગભગ બધે જોવા મળે છે. તેને ખુલ્લા મેદાનોમાં શિકાર કરવાની મોજ પડી જાય છે. તે એક જોડી પસંદ કર્યા બાદ અન્ય પક્ષીની જેમ જોડી બદલતા નથી.
જંતુનાશક દવાઓના પરોક્ષ ઝેર, કૃષિ પઘ્ધતિમાં ફેરફાર, ખાદ્ય સંશાધનોમાં ઘટાડો, શિકારી દ્વારા ઇલેકટ્રીકલ જાળનો ઉપયોગ વન નાબુદી વિગેરે મુશ્કેલીને કારણે સમડીની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. એક અંદાજ મુજબ દર વર્ષે ર0 થી રપ ટકા તેની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આખા વિશ્ર્વમાં યુકે એક માત્ર એવો દેશ છે જયાં તેની વસ્તી વધી રહી છે.
બાજ અને સમડી વચ્ચે પણ ફરત છે
સમડી વિશે ઘણી લોકવાયકા આપણાં સમાજપ્રવર્તે છે. તેનો આપણાં ઘર ઉપર બેસે તો અશુભ ગણાય છે. બાજ અને સમડી વચ્ચે પણ ફરક છે. જેમાં બાજ નાનો હોય તો સમડી મોટી માથુ અને ગરદન નિસ્તેજ દેખાય છે. તો આંખની પાછળનો ભાગ ઘાટો દેખાય છે. ઉડવા માટેના પીંછા કાળા હોય છે. તે એક તિક્ષ્ણ વ્હિસલ વગાડે છે. મકર સંક્રાંતિ વખતે ઘણીવાર સમડી પણ પતંગના દોરા વડી સપડાઇ જતી હોય છે. તેને ઉડતી પતંગ પણ કહેવાતું હોવાથી નાનો પતંગ, મોટા પતંગ, કાળો પતંગ જેવા સમડી નામો ચલણમાં આવ્યા છે. હોવરીંગ હાઇટ શબ્દ સમડી માટે ચલણમાં વપરાય છે.