તમારા ઘરની આસપાસ વૃક્ષો અને ફૂલછોડ હોય અને તેના પર પંખી આવીને બેસતા હોય તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. ઇંગ્લેન્ડના સંશોધકો કહે છે કે કુદરતી વાતાવરણમાં ફરતા પક્ષીઓને જોવાથી સ્ટ્રેસ લેવલ નીચું રહે છે.
એટલું જ નહીં નૈસર્ગિક વાતાવરણમાં રહેવાથી ડિપ્રેશન, એન્ગ્ઝાઇટી અને સ્ટ્રેસ આવવાની શકયતાઓ ઘટે છે. નિર્દોષ પક્ષીઓને કલબલાટ કરતાં અને તેમને મુકત વાતાવરણમાં જોઇને આપણા મન પર પોઝિટિવ અસર થાય છે.
સંશોધકોએ ર૭૦ જેટલા અલગ અલગ વિસ્તારોમાં રહેતા લોકો પર અભ્યાસ કરીને આ વાત સાબિત કરી હતી.