બાપા સિતારામ મઢુલી દ્વારા યાત્રાળુઓની પણ સેવા ચાકરી
થાનથી આશરે 10 કિલોમીટર દૂર આવેલી બાપા સીતારામની મઢુલીએ અનેક સેવા કાર્યો કરાય છે.અહીં પક્ષીઓ માટે અનોખી સેવા કરાઇ છે.જેમાં 10 લાખના ખર્ચે બે 51 ફુટના બે ચબુતરા બનાવાય છે.જ્યાં એકમાં 1001 પક્ષી ઘરમાં અનેક પક્ષીઓ આશ્રય છે.જેમને 365 દિવસ ભોજન પાણી સેવા અપાય છે.
દૈનિક 60 કિલો અનાજ દેવામાં આવે છે આની અંદર મગ અને શીંગદાણા ભેળવવામાં આવે છે આ મંદિર માંડવને અડીને આવેલું છે જરીયા મહાદેવ ના બોળ પાસે આવેલું છે આથી ખાસ કરીને જંગલના પક્ષીઓ વધારે પડતા આવે છે.તેમને પસંદ પડતો ખોરાક ખાસ કરીને કમિટી દ્વારા દેવામાં આવે છે સાથે પક્ષીઓ માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
આ અંગે બાપા સીતારામ કમિટી દ્વારા જણાવેલ કે અમારું આ મંદિર માંડવ ની પાસે આવેલ હોવાથી ખાસ કરીને અમે જંગલમાં રહેતા પશુ પક્ષીઓની જાળવણી થાય એનો પક્ષી ઓના જાણકાર પાસેથી સલાહ લઈને તે મુજબનો ખોરાક ચાલુ આપીએ છીએ.જ્યારે મઢુલી દ્વારા ચોટીલા ચાલીને જતા શ્રદ્ધાળુઓને 24 કલાક ચા પાણી નાસ્તો અને આરામની વ્યવસ્થા ઠંડુ પાણી 365 દિવસ કોઈ પણ વ્યક્તિને ચા પાણી નાસ્તો આરામ માટેની સેવા પૂરી પાડવામાં આવે છે.