ગુજરાતને લાલબત્તી ? મહારાષ્ટ્રમાં મરઘાઓના નાશથી શું?
અબતક, મહારાષ્ટ્ર
ભારતમાં પહેલા બર્ડ ફલૂના ખતરાથી ઘણાં નાગરીકો તથા સમાજને નુકશાન થયું હતું અને ત્યારબાદ આજે આ સમયમાં જોવા મળતી સમસ્યા જે પ્રાદેશિક રીતે ખતરાજનક સાબિત થઇ શકે તેવી શકયતા છે.ભારતમાં બર્ડ ફલૂ વધવાથી તમામ ચીકનને લગતી બજારોમાં હલન-ચલન વધી ગઇ છે. મુખ્યત્વે મહારાષ્ટ્ર અને બિહારમાંથી બર્ડફલૂ મોટા પ્રમાણમાં મળી આવ્યો છે.જેમાં થાણે જિલ્લાના શહાપુરના ફાર્મમાં 300 થી વધુ એક જ રાતમાં મોત થયા તેમજ તાત્કાલીક 15000 થીવધારેનો નાશ કરવા માટે નિર્ણય લેવાયો.મરઘા-બતકા ઉછેર કેન્દ્ર દ્વારા તમામ તાલુકામાં ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય પક્ષીઓનો પણ શાસ્ત્રોક રીતે નાશ કરવાનો નિર્ણય લીધો છે.
ચિકન વિક્રેતાઓને કામકાજ બંધ કરવાના આદેશો દેવાયા તથા બાધિત ક્ષેત્ર સંક્રમણ મુકત થાય તે માટેના આદેશો અપાયા છે. શાહપુરમાં બર્ડ ફલૂનો તાવ ફેલાયો છે તથા એક જ જગ્યા પર મરઘી તેમજ પક્ષીઓના મોટા પ્રમાણમાં મૃત્યુ થયા છે. તો નાગરીકો તથા પશુ વિભાગોએ ચેતવણી જાહેર કરાયી છે.આમ, પશુ સંવર્ધન વિભાગે તકેદારીના ઉપયો તરીકે કિલોમીટર પરિધમાં ઓછામાં ઓછા 1પ હજારજી વધુ પક્ષીઓને શાસ્ત્રોક રીતે નાશ કરવાનો નિર્ણય લીધો છે. પરિષદે પૂરી તપાસ કરવા માટેના પગલાઓ લેવા નિર્ણય કરેલા છે.
ભારતમાં થતા ચિકનના ઉત્પાદનની કંપનીઓના શેરના ભાવમાં ખાસ રીતે વધારો ઘટાડો જોવા મળ્યો છે. કેમ કે, આ થતાં ફલૂની અસર સીધી તેમના ઉત્પાદીત કંપનીઓ પર પડે છે.પશુ-પાલન અને મરઘા-બતકા ઉછેર કેન્દ્રને પૂરતા પ્રમાણમાં ઘ્યાન આપવાનું રહેશે. જે આ ફલૂની અસર ત્વરીત નાગરીક સુધી પહોંચે તે અટકાવવું જરુરી છે. અને આ ફલૂથી થતી અસરો સમાજને પાછુ ધકેલી દયે તેમ છે તેની ખાસ નોંધ તમામ જિલ્લાના પરિષદોએ લેવી આવશ્યક છે અને આ ફલૂ અટકાવવાના પૂરતા પ્રયાસો અને ચોકકસ પ્રકારના ત્વરીત નિર્ણયો લેવા જરુરી બને છે.