પોલ્ટ્રી ફાર્મ અને બેકયાર્ડ પોલ્ટ્રી વિસ્તારોમાં મરઘાના મૃત્યુ અંગે સર્વેક્ષણ કરવા અને ત્યાં કામ કરતા વ્યક્તિઓમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો અટકાયતી માટે પગલા લેવા સૂચના

રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં બર્ડ ફ્લુએ હાહાકાર મચાવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ બર્ડ ફલૂ માટે હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે.ત્યારે ગુજરાતના એક પણ શહેર કે જિલ્લા બેર્ડ ફ્લૂની એન્ટ્રી નથી થઈ ને ?તેની તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં બર્ડ ફ્લુ અંગે સર્વેક્ષણ હાથ ધરવા મહાપાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક ડો. દિનકર રાવલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પાડોશી રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસમાં અનેક પક્ષીઓના અચાનક મૃત્યુ થયા છે. અમુક જિલ્લામાં બર્ડ ફ્લૂનો રોગ પણ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતમાં સાવચેતીના પગલા લેવા ખૂબ જ જરૂરી છે. શંકાસ્પદ બર્ડ ફલૂ કેસના સર્વેક્ષણ માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાં શહેર કે જિલ્લાઓમાં આવેલી પોલ્ટ્રી ફાર્મ અને બેકયાર્ડ પોલ્ટ્રી ધરાવતા વિસ્તારોમાં પક્ષીઓ મૃત્યુ અંગે નિયમિત સર્વેક્ષણ કરવું અને જંગલ વિસ્તારમાં પક્ષીઓના અસામાન્ય કે સામૂહિક મરણના કિસ્સા નોંધાય તો ફોરેસ્ટ વિભાગ સાથે મળીને સર્વેક્ષણની કામગીરી હાથ ધરવી.પોલ્ટ્રી ફાર્મમાં શંકાસ્પદ અને સામૂહિક મરણના કિસ્સા નોંધાઇ તો અહીં કામ કરતા વ્યક્તિઓ  અને તેના પરિવારજનોના આરોગ્યની ચકાસણી કરવી.જો તેમને શંકાસ્પદ લક્ષણો જણાય તો સર્વેક્ષણ વધુ ઘનિષ્ઠ બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે. જો પોલ્ટ્રી ફાર્મ કે બેકયાર્ડમાં મરણ થયેલા મરઘાના સેમ્પલ નિદાન માટે ભોપાલ હાઈ સિક્યુરિટી એનીમલ ડીસીઝ લેબોરેટરીમાં મોકલવો અને જો રિપોર્ટ પોઝિટિવ  આવે તો આ વિશિષ્ઠ કામગીરી કરવાની રહશે. જો કોઈપણ વિસ્તારમાં બર્ડ ફ્લુનો  શંકાસ્પદ કેસ મળી આવે તો દસ કિ.મી.ના વિસ્તારને એલર્ટ જાહેર કરવો.પોલ્ટ્રી ફાર્મમાં નિભાવવામાં આવતા તમામ પક્ષીઓના રેકોર્ડ વ્યવસ્થિત અને યોગ્ય રીતે નિભાવવા. પોલ્ટ્રી ફાર્મના વિસ્તારોને ચેપગ્રસ્ત કે સર્વેક્ષણ હેઠળ હોવાનું જાહેર કરવું. ચેપગ્રસ્ત વિસ્તારની ૩ કિ.મી.ની ત્રિજયામાં આવેલા ગામોના વિસ્તારને પણ ચેપગ્રસ્ત જાહેર કરી દેવા અને અહીં સર્વેક્ષણ હાથ ધરવું. જો બર્ડ ફ્લુનો  કેસ મળી આવે તો મરઘા અને તેના ઉત્પાદનને હેર ફેર અટકાવી દેવી. ખાસ કરીને સરહદી જિલ્લામાં સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અને ચેક પોસ્ટ ઊભી કરવી રાજ્યમાં બર્ડ ફ્લુના ફેલાય તે માટે સરકાર દ્વારા સર્વે ની સૂચના આપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.