સુમસામ ૧૫૦ફૂટ રીંગરોડ નિહાળતું ‘શાંતિદૂત’ વિચારે છે કે આ શું થઈ ગયું છે ?કોઈ બહાર દેખાતુ નથી. ખેર… મને આજે મળ્યું મુકત ઉડાન… ને ચોખ્ખી હવા… આકાશ
પરિવારમાં પાલતું શ્વાન તસ્વીરમાં વિચારે છે… આ લોકો કયારેય બધા ભેગા મળીને આવી રીતે રમતા ન હતા. એવું’ તો શું થયું કે તેઓ આખો દિવસ ઘેર જ રહે છે. “મારી સાથે રમવા” !!
એ….મીઠું રાજા…. મને રસોય તો કરી લેવા દે…. આપણે બધા જમીને પછી…. ઘણી બધી રમતો રમશું…. મઝા પડશે “હો…. તું રાહ જોશ…. એ મને ખબર છે… ભાઈ !! “ડોન્ટ વરી…. જસ્ટ એ મિનિટ”
શાળા બંધ, લેશન-વાંચવાનું બધુંજ બંધ છે ત્યારે મારા પાળીતા ‘રંગબેરંગી’ પોપટ સાથે રમવાની કેવી મઝા પડે છે. વાહ કુદરત… તારી લીલા અપરંપાર
પરિવાર સાથે પાલતું શ્વાન પણ સાંભળે છે, ‘દાદા-દાદી’ની વાતો… પાલતું શ્વાનને પણ મળે છે પ્રેમ-હૂંફ લાગણીનું સરોવર….
એય… મીઠું જો…. તને હમણા જમવાનું આપું છું… ઓકે તું મારો ભાઈ બંધ છોને !! મીઠું… મીઠું બોલને મારી સાથે રમ !!