Abtak Media Google News

જામનગરના જિલ્લાના જળ પ્લવિત વિસ્તાર માં શનિવાર થી બે દિવસ માટે ની યાયાવર પક્ષી ગણતરી નો પ્રારંભ થયો હતો.ગઈકાલે બીજા દિવસે પણ સવાર થી પક્ષી ગણતરી કરવામાં આવી હતી, અને સાંજે પૂર્ણ થઈ હતી. દર શિયાળામાં વિદેશથી પક્ષી ઓ જામનગર જિલ્લામાં આવતા હોય છે.

રાજ્યભરમાં દર શિયાળા ની ઋતુ મા વિદેશથી પક્ષીઓ લાંબી સફર ખેડી ને જામનગર  જિલ્લા માં આવતા રહે છે. વન વિભાગ દ્વારા સમયાંતરે પક્ષી પ્રેમીઓ ના સહકાર સાથે પક્ષી ગણતરી કરવામાં આવતી રહે છે. જેમાં  પ્રથમ તબક્કાની પક્ષી ગણતરી તારીખ 16 અને 17 ડિસેમ્બરના કરવા નું નક્કી કરાયુ હતું. જે મુજબ જામનગર જિલ્લાના પણ અનેક  જળપલવીત વિસ્તારો માં બે દિવસ થી પક્ષી ગણતરીનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

શિયાળામાં વિદેશી પક્ષીઓ હાલારના મહેમાન બને છે

પક્ષી ગણતરીમાં 95 લોકો જોડાયા: ‘ઈ બર્ડ એપનો ઉપયોગ કરાયો

જામનગર જિલ્લાના જોડીયા ,સિક્કા ,જામજોધપુર, લાલપુર, ધ્રોલ સહિતના વિસ્તારોમાં આ પંખીઓ આશરો લેતા હોય છે આવી કુલ 61 સાઈટ શોધી કાઢવા મા આવી છે. આ બે દિવસ ની  પક્ષી ગણતરીમાં આશરે 95 લોકો જોડાયા હતા .જેમાં પક્ષીવિદો અને વન વિભાગના સ્ટાફનો સમાવેશ થાય છે .આ પક્ષી ગણતરી કામગીરીમાં ઇ  બર્ડ એપ નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પછી આગામી 23,24 ડિસેમ્બર અને ત્યાર પછી 30 અને 31  ડીસેમ્બરના પણ બીજા અને ત્રીજા તબક્કાની પક્ષી ગણતરી હાથ ધરવામાં આવનાર છે. જ્યારે વિશ્વવિખ્યાત જામનગરના ખીજડીયા બર્ડ સેંચૂરી  માં આગામી જાન્યુઆરી માસમાં પક્ષી ગણતરી કરવામાં આવશે. જ્યાં દેશ વિદેશ થી શિયાળા માં હજારો પક્ષીઓ નું  આગમન થતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.