પરિવાર દીઠ કપડા- ઘર વખરી સહાય પેટે રૂ. 7000 મળશે: સંપૂર્ણ મકાન ધરાશાયી થયું હશે રૂ. 1.20 લાખ અંશત: નુકશાનમાં 10 થી 1પ હજાર ચુકવાશે: ઝુંપડા નુકશાનીના કેસમાં 10 હજાર અને શેડ નુકશાનીમાં રૂ. પ હજારની સહાય
ગુજરાતમાં ગત સપ્તાહે ત્રાટકેલા બિપરજોય વાવાઝોડામાં પારાવાર નુકશાની થવા પામી છે. રાજય સરકાર દ્વારા નુકશાની સહાય જાહેર કરવામાં આવી છે.
વાવાઝોડા તેમજ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં એસડીઆરેએફના ધોરણો મુજબ કુટુંબ દીઠ કપડા સહાય તરીકે રૂ. 2500 અને ઘરવખરી સહાય તરીકે રૂ. 2500 એટલે કે કુલ રૂ પ હજાર રાજય સરકારના બજેટમાંથી રૂ. ર હજાર મળી કુલ રૂ. 7 હજાર કપડા અને ઘરવખરી સહાય તરીકે ચૂકવવાનું નકકી કરાયું છે. જયારે સંપૂર્ણ નાશ પામેલા અથવા મોટું નુકશાન પામેલ રહેણાંકના કાચા અને પાકા મકાન માટે એસડીઆરએફ માંથી રૂ. 1.20 લાખની સહાય ચુકવાશે. અંશત: નુકશાન પામેલા રહેણાંકના કાચા-પાકા મકાનો તેવા કિસ્સામાં
આંશિક રીતે નુશાન પામેલ પાક મકાન (ઓછામાં ઓછુ 1પ ટકા નુકશાન હોય તો જ મળવા પાત્ર) હોય તોે એસડીઆરએફ માંથી માંથી રૂ. 6500 તેમજ રાજય સરકારના બજેટમાંથી 8500 મળી રૂ. 15 હજાર ની સહાય ચુકાવાશેઆંશિક રીતે નુકશાન પામેલા કાચુ મકાન (ઓછામાં ઓછું 1પ ટકા નુકશાન હોય તો જ મળવા પાત્ર) હોય તો એસડીઆરએફ માંથી રૂ. 4 હજાર તેમજ રાજય સરકારના બજેટમાંથી 6 હજાર મળી કુલ રૂા.10 હજાર ની સહાય ચુકવાશે.
સંપૂર્ણ નાશ પોમલ કે આંશિક નુકશાન પામેલા ઝુંપડાઓને એસડીઆરએફ માંથી રૂ. 8 હજાર તેમજ રાજય સરકારના બજેટમાંથી રૂ. ર હજાર મળી કુલ રૂ. 10 હજાર ની સહાય અપાશે.ઘર સાથે સંકળાયેલા કેટલ શેડને થયેલ નુકશાન માટે એસડીઆરએફ માંથી રૂ. 3 હજાર તેમજ રાજય સરકારના બજેટમાંથી રૂ. ર હજાર મળી કુલ રૂ. 10 હજાર ની સહાય અપાશે.જે કિસ્સામાં રાજય સરકારના બજેટમાંથી જણાવેલ હોય તેનો ખર્ચ રાજય સરકારના ભંડોળમાંથી કરવાનો રહેશે.આ ઠરાવની જોગવાઇઓ મુજબ વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારના જિલ્લાઓ માટે ખાસ કિસ્સા તરીકે લાગુ પડશે. દબાણ કરીને બનાવેલા મકાન અંગે જે તે વિભાગના નીતી નિયમોનું પાલન કરવાનું રહેશે અને આ માત્ર સહાય તરીકે ગણવાનું રહેશે. આ સહાયથી કોઇપણ પ્રકારની કાયદેસરતા મળતી નથી.