2019માં ચક્રવાત વાયુએ અને ત્યારબાદ 2020માં નિસર્ગના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વરસાદથી તરબોળ કર્યુ હતુ તો 2021માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કર્યુ હતુ અને ભયંકર તારાજી સર્જાઈ હતી
ગુજરાત 15 જૂને ત્રાટકવા જઈ રહેલાં અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજોયની અસર માટે તૈયાર છે, હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાને અસર કરતું આ ચોથુ મોટું ચક્રવાત છે. 2019માં ચક્રવાત વાયુએ રાજ્યમાં લેન્ડફોલ કર્યુ હતુ અને ત્યારબાદ 2020માં નિસર્ગના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વરસાદથી તરબોળ કર્યુ હતુ. તો 2021માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કર્યુ હતુ અને ભયંકર તારાજી સર્જાઈ હતી. આ પહેલાં રાજ્યએ 1998થી શરુ કરીને 20 વર્ષોમાં ચાર મોટા ચક્રવાતનો અનુભવ કર્યો હતો. એ સમયે સુપર સાયક્લોન કંડલામાં ત્રાટક્યું હતું અને 2018 સુધી માનવ જીવન અને સંપતિને અભૂતપૂર્વ નુકસાન થયું હતું. વિશેષજ્ઞોનું કહેવું છે કે, જળવાયુ પરિવર્તને ગુજરાતને ચક્રવાત માટે સંવેદનશીલ બનાવી દીધું છે.
હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અરબી સમુદ્રના પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય ચક્રવાતોમાં વધારે થવા પાછળના ઘણા કારણો પૈકી આબોહવા પરિવર્તન મુખ્ય છે. હવામાન વિભાગના અધિકારીઓએ ઉમેર્યું હતું કે, લક્ષદ્વીપ ટાપુઓની આસપાસના ચક્રવાતના મૂળથી લઈને ગુજરાત સુધીની ફનલ આકારની દરિયાકાંઠાની રેખા એ ચક્રવાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકવાનું એક કારણ છે. ભવિષ્યમાં હિંદ મહાસાગર ક્ષેત્રમાં સરેરાશ સપાટીના દરિયાઈ તાપમાનમાં વધારાને કારણે રાજ્ય વધુ સંખ્યામાં ચક્રવાતનો અનુભવ કરી શકે છે.
સોમવારે રાજ્યના તંત્રએ ભલે બિપોરજોય માટે યુદ્ધસ્તરે તૈયારીઓ શરુ કરી દીધી હોય છતાં, હવમાન વિભાગના અધિકારીઓ દ્વારા તાજા અંદાજે સૂચવ્યું હતું કે, કચ્છ-પાકિસ્તાન સરહદ વિસ્તારના અગાઉના અંદાજોની તુલાનામાં કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થઈ શકે છે. જે મંગળવાર સુધીમાં સ્પષ્ટ થશે. સોમવારે સાંજ સુધીમાં ચક્રવાત પોરબંદરના દરિયાકાંઠાથી 300 કિમી દક્ષિણ પશ્ચિમમાં હતું.
ચક્રવાત માટે ગુજરાતના દરિયાકાંઠાની સંવેદનશીલતા વધી
ચક્રવાત માટે ગુજરાતના દરિયાકાંઠાની સંવેદનશીલતા વધી રહી છે. 2021માં ભારતીય ઉષ્ણ કટિબંધીય હવામાન શાસ્ત્ર સંસ્થા દ્વારા કરવામાં આવેલાં અભ્યાસના સંશોધકોએ દાવો કર્યો હતો કે, 1982 અને 2000ની સરખામણીમાં 2001 અને 2019 વચ્ચે અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનોની આવૃતિ અને અવધિમાં 52 ટકાનો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીએ ચક્રવાતી તોફાનોમાં 80 ટકાનો થોડો ઘટાડો નોંધ્યો હતો. જે ઉતત્ર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની પેટર્નમાં મોટો ફેરફાર સૂચવે છે. ચક્રવાતની નબળાઈ પર હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે, ગુજરાતે ભારતના પશ્ચિમ કિનારે આવેલા રાજ્યોમાં તાજેતરના સમયમાં નબળાઈમાં વધારો દર્શાવ્યો છે.