પુનિતનગરમાં પતરાનો શેડ ઉડયો,ફાયર બ્રિગેડ શાખા સતત દોડતી રહી
બીપર જોય વાવાઝોડાએ વૃક્ષોનો સોંથ બોલાવી દીધો છે.છેલ્લા ત્રણ દિવસમાં શહેરમાં 107 સ્થળો વૃક્ષ ધરાશાયી થયા છે.ગાર્ડન શાખા દ્રારા 34 વૃક્ષ અને ફાયર બ્રિગેડ શાખા દ્રારા 67 સ્થળે પડી ગયેલા વૃક્ષોનો નિકાલ કરાયો હતો.
બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા 150 ફુટ રીંગ રોડ પુનિતનગરથી ગોંડલ ચોકડી વચ્ચે વિશ્વકર્મા સોસાયટી શેરી નં.5મા આવેલ ધર્મેશભાઇ કાનગડનો પતરાનો શેડ સંજયભાઇ ગોંસાઇના મકાનની દિવાલ પર ભારે પવનના કારણે ઉડીને બાજુના શેડ તથા મકાન પર પડતા ચીફ ફાયર ઓફીસર અને ડે.ચીફ ફાયર ઓફીસર તથા મવડી ફાયર સ્ટેશનની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આશરે 15 થી 20 ફુટ ઉપરના ભાગે પાઇપીંગમા પતરા ફીટ કરેલ સળંગ લાંબો શેડ આશરે 1 કલાકની મહેનત બાદ પતરા દૂર કરી નીચે ઉતારી લેવાયો હતો..
શહેરના જુદા જુદા વિસ્તારમા લક્ષ્મીનગર,ગુણાતીતનગર,ડી માર્ટની બાજુમા કુવાડવા રોડ, પવનપુત્ર ચોક સોરઠીયા વાડી, સુર્યમુખી હનુમાન,આર.એમ.સી કવાટર માર્કેટીંગ, ડોમિનોઝ પિઝા સામે, જયંત કે જી મેઇન રોડ,નાનમવા મેઇન રોડ,કોઠારીયા રોડ ,પુષકર ધામ,હરી ધવા રોડ, રૈયા ટેલી. એક્ષ્ચેન્જ, રાષ્ટ્રીય શાળા,નિલકંઠ પાર્ક ,માલવીયા કોલેજ , અતિથી ચોક, 80 ફુટ રોડ ફૌજી પાન, વાણીયા વાડી, ત્રિવેણી સોસાયટી, માધાપર ગામ,ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ નાનમવા રોડ, ગોંડલ રોડ ચોકડી, યુનિવર્સીટી રોડ,પોપટપરા મેઇન રોડ,ક્રિસ્ટલ મોલની પાછળ,એ જી સોસાયટી, સરિતા વિહાર, માધાપર, વિમલનગર મેઇન રોડ,પુષ્કર ધામ મેઇન રોડ, નીલ સીટી, વિષ્ણૂ વિહાર સોસાયટી,નાનમવા સર્કલ, ઘનશ્યામ નગર અને જનકપુરી સહિત કુલ 35 જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા.
ઝાડને ખસેડી માર્ગ ખુલ્લા કરવામા આવેલ, આ કામગીરી ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ઉપરોકત કામગીરી કરવામા આવી હતી.