1091 વીજ પોલ ધરાશાયી, 524 વૃક્ષોનો સોંથ બોલી ગયો
પતરા કાગળની માફક ઉડ્યા
પોરબંદર ચોપાટી બિપરજોય વાવાઝોડાથી ખેદાન-મેદાન
બિપોર જોઈ વાવાઝોડાની અસર પોરબંદરમાં સો વિશેષ જોવા મળી હતી શહેરમાં ભારે પવન ના કારણે ઠેર ઠેર વૃક્ષો અને હોલ્ડિંગ ની સાથે સાથે કારખાનાઓના છાપરા ઉડી ગયા હતા ઝાડવાઓ રોડ ઉપર ધરાસાઈ થઈ જતા રસ્તો ચાલુ કરવા તાત્કાલિક ઝાડવાઓ દૂર કરવા ની કામગીરી સતત ધમધમાવી હતી પોરબંદર નું ઘરેણું જેવી ચોપાટી પર પણ વાવાઝોડા એ ભારે તબાહી બચાવી હતી દરિયાના પાણી રસ્તા સુધી આવી ગયા હતા અને થાંભલા અને રેલિંગોનો કડુસલો બોલી ગયો હતો
દ્વારકામાં ઠેર-ઠેર વૃક્ષો થયા જમીન દોસ્ત
બિપોર જોઈ વાવાઝોડાના પગલે દ્વારકામાં ભારે પવનના કારણે શહેરમાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ધરાશાહી થઈ જતા રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા સ્થાનિક તંત્રની સાથે સાથે લોકોએ પણ હાથો હાથ પડી ગયેલા ઝાડવાઓને દૂર કરવા ની કામગીરી ઉઠાવી લીધી હતી દ્વારકામાં પવન સાથે વરસાદથી વિતરણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. (તસવીર: મહેન્દ્ર કકકડ, દ્વારકા)
ભાયાવદરમાં ભાજપ દ્વારા રાહત કામગીરી
બીપોરજોઈ વાવાઝોડાના અનુસંધાને ઝૂંપડપટ્ટી માં રહેતા લોકોને તંત્ર દ્વારા સાંસ્કૃતિક ભવન માં સ્થળાંતર કરેલ તે લોકોને રાત્રે ચા નાસ્તો ફૂડ પેકેટ વિતરણ કરી જી.ઈ.બી કચેરી એ ે ચા પાણી પાયા હતા. ત્યાંથી પોલીસ સ્ટેશન. અને નગરપાલિકા કચેરીએ પણ કર્મચારીઓને ચા પાણી પાઈ ને તંત્રના ખભે થી ખભો મિલાવીને કામ કરેલ હતું આ કાર્ય ભાયાવદર શહેર ભાજપ અને યુવા ભાજપ દ્વારા સાથે રહીને સરાહનીય કામગીરી કરી હતી. ભાયાવદર ભાજપ ટીમને મેસેજ મળતા કે ખારચીયા રોડ પર પીપળ નું ઝાડ પડી ગયું છે જેથી ભાયાવદર શહેર ભાજપ ટીમ ત્યાં તાત્કાલિક દોડી ગઈ અને રસ્તો ખુલ્લો કરેલ હતો.
નેશનલ હાઇવે-27 પર પડેલા 20 વૃક્ષો તાત્કાલિક અસરથી હટાવાયા
બિપરજોય વાવાઝોડાને અનુલક્ષીને આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 27 રાજકોટ-પોરબંદર રોડ પર છેલ્લા 24 કલાકમાં 20 જેટલા ધરાશાયી થયેલા વૃક્ષો હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ માટે સમગ્ર રાજકોટ જિલ્લામાં ગ્રીનલેન્ડ ચોકડીથી ઉપલેટા સુધીમાં ચાર ટીમો સતત કાર્યરત છે અને પ્રત્યેક ટીમમાં આઠથી દસ લોકો કાર્ય કરી રહ્યા છે. વૃક્ષ ધરાશાયી થવાના થોડા કલાકોમાં જ રસ્તો ક્લિયર કરીને નેશનલ હાઈવે ચાલુ કરી દેવામાં આવેલ છે, તેમ ઉપલેટા મામલતોારશ્રીની યાદીમાં જણાવ્યું છે.
વિસાવદરમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી
અબતક, ગીજુભાઇ વિકમા, વિસાવદર: બિપરજોય વાવાઝોડાને પગલે વિસાવદરમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. કાલે બપોર પછીથી ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. કોઇપણ જાનહાની કે માલહાની જોવા મળી નથી તંત્ર ખડેપગે સજાગ હોવાથી લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.