રાજકોટમાં ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા: ફિઝિકસના પેપરમાં ૪ માર્કસના ૨૦ એમસીકયુ અઘરા નિકળ્યા.
સીબીએસઈ દ્વારા દેશની મેડિકલ અને પેરામેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા રવિવારે યોજાઈ હતી. જેમાં બાયોલોજી અને કેમેસ્ટ્રીનું પેપર એકદંરે સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ-ખુશાલ થઈ ગયા હતા. જોકે ફિઝિકસનું પેપર અઘરૂ અને લાંબુ નીકળતા વિદ્યાર્થીઓ થોડા મુંઝાયા હતા.
ગુજરાત રાજયમાં રવિવારે કુલ ૧૩૮ સેન્ટરો પરથી કુલ ૭૫૧૬૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશ લેવલે કુલ ૧,૩૨,૬૨૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જયારે રાજકોટમાં ૧૧૬ કેન્દ્રો પર ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓએ મેડિકલ અને પેરામેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપી હતી.
રાજકોટમાં રવિવારે સવારે ૬ વાગ્યાથી જ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉમટી પડયા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓને તો નાઈટડ્રેસ પહેરીને જ પરીક્ષા આપવી પડી હતી. નીટની પરીક્ષાને લઈને રાજકોટ શહેરના કેન્દ્રો પર ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જોકે એકદંરે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષા પૂર્ણ થઈ હતી.
નીટની પરીક્ષામાં ફિઝિકસનું પેપર અઘરૂ અને બાયોલોજી અને કેમેસ્ટ્રીનું પેપર સરળ નીકળ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ તો ફિઝીકસના પેપરમાં પુરા એમસીકયુ પણ લખ્યા ન હતા. જયારે બાયોલોજીના ૯૦ માર્કના પેપરમાં તમામ પ્રશ્ર્નો ટેકસબુક આધારીત પુછવામાં આવતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી.
જે વિદ્યાર્થીઓએ ફિઝિકસમાં તૈયારી વધુ કરી હોય તેઓને પેપર અઘરૂ લાગ્યું નથી. એકંદરે પેપર સરળ નીકળ્યું હતું. હાલ તો, નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સરકારી મેડિકલ કોલેજમાં મેરીટ ઉંચુ જવાની પણ ધરણા વ્યકત કરવામાં આવી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com