કોરોના મહામારીમાં કામ કરનારને પ્રોત્સાહીત કરવા અને કવોરેન્ટાઇન-આઇસોલેશન વોર્ડના મેડિકલ વેસ્ટ યોગ્ય નિકાલ કરવાને બદલે જવાબદાર માણસો જ પોતાના યુઝ થયેલા માસ્ક જયાં ત્યાં ફેંકી દે છે તે જોખમી છે
સામાન્ય જનજીવનમાં થતો કચરો ભીનો સુકો અલગ અલગ કરવો જરૂરી છે. વેસ્ટનો યોગ્ય નિકાલ એ સૌથી મહત્વની બાબત છે. હોસ્પિટલનો વેસ્ટ અને બાયોમેડિકલનો વેસ્ટ ચેપ ન ફેલાવે તેવી તકેદારી રાખવી જરૂરી છે. પ્રવર્તમાન કોરોના મહામારીમાં ઝડપથી ચેપ ફેલાવતા રોગની સારવારમાં લેવાતા સાધનો ચેપ ન ફેલાવે એ માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ફેસીલીટી હોવી જરૂરી છે. હોસ્પિટલમાં કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ પણ સંક્રમણનો શિકાર ન બને તે જોવું જરૂરી છે. લાઇવ બ્લડ કોન્ટેકથી ઘણા ચેપ ફેલાઇ શકે છે. આવો વેસ્ટ જયાં ત્યાં ફેંધી ન શકાય તેમ કરવાથી પ્રજા પંખી કે પશુના જીવન જોખમમાં મુકાય જાય છે.
એકવાર યુઝ થયેલ સિરિંજ ડસ્ટબીનમાં તારતાં કયારેય પેરામેડિકલ સ્ટાફને વાગી જતાં ચેપના જોખમ ઉભા થાય છે. આ માટેની જનજાગૃતિ જરૂરી છે. પ્રવર્તમાન સમયમાં કોરોના છે એ અગાઉ એચ.આઇ.વી., સ્વાઇનફલુ, બર્ડફલુ, જીકા, ઇબોલા જેવા ઘણા વાયરસો માનવજાતે જોયા છે. બધી મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ જરૂરી છે. નહિંતર એક નાનકડી બેદરકારી
વિનાશ નોતરી શકે છે. હાલમાં તો લોકડાઉનમાં કુદરત- ચોખ્ખું થયું ત્યાં આપણે માસ્કને નાક આડે રાખ્યું, સમસ્યાને સંજોગો બદલાય ગયા છે હવે બેકાળજી પાલવે તેમ નથી. સૌ પોતે પોતાની જાત બચાવે તે જરૂરી છે.
પ્રવર્તમાન સંજોગોમાં તકેદારી રૂપી સાધનો વઘ્યા છે ત્યારે તેનો નિકાલ કે તેના વપરાશ વેસ્ટ વિગેરે બાબતે યોગ્ય માર્ગદર્શન જરૂરી છે. જેમ આપણે ધન કચરાના નિકાલ માટે ફરીથી યુઝ કરવા પ્લાન્ટ નાખ્યા છે. હવે તો માસ્ક પી.પી.ઇ. કિટ, હાથ મોજા, બેન્ડેડ, રોલ, ફેસશિલ્ડ વિગેરેના વપરાશ પછી ડસ્ટબીનમાંથી બીજા ક્ધટેનરમાં ઠલવાઇ છે.
ત્યારે આપણે આત્મ સંતોષ માનીએ એમ ન ચાલે તેનો યોગ્ય નિકાલ કાળજી પૂર્વક થાય તે જોવું જરૂરીછે. ધારો કે આવો વેસ્ટ શ્ર્વાનની મદદથી બીજી વ્યકિત સુધી પહોંચે તો ભયંકર પરિણામ આવી શકે. બ્લડ બેંકના વેસ્ટ તથા ઓપરેશન કરતી હોસ્પિટલના વેસ્ટ નિકાલની ચોકકસ ગાઇડ લાઇન છે તે પ્રમાણે જ અમલ થવો જરૂરી છે. આજે લોકોએ યુઝ કરેલા માસ્ક રસ્તાઓમાં રઝળતા જોવા તે કોઇ નાના બાળક કે કોઇક પહેરે તો ચેપની શકયતાઓ વધી જાય છે. લોકડાઉનમાં ઉઘોગ-ધંધા બંધ હોવાથી આ વેસ્ટની ચિંતા ટળી તો બાયો મેડિકલ વેસ્ટ નિકાલ વિકટ જવાબદારી આવી છે.
સામાઝય દિવસોમાં પણ વિશાળ કચરો ભેગો થાય છે ત્યારે આ કોરોનાને કારણે તેમાં વધારો થયો છે. આ યુગમાં ડિસ્પોઝેબલ કોન્સટેપ્ટ કામ આવે એમ છે. સિરીઝ નિડલમાં આ બાબતે સારી જન જાગૃતિ આવી છે. બાયો મેડિકલ વેસ્ટ નિકાલમાં નાની વસ્તુઓ ઘ્યાન રાખવી જરૂરી છે. સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલનો વેસ્ટ નિકાલ સૌથી ચિંતાની બાબત છે. લોકો આજે પણ જાહેરમાં ઘરનો કચરો ફેંકી રહ્યા છે. પરંતુ બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેકાય તો સમસ્યા થઇ જાય છે. કોર્પોરેશન આરોગ્ય વારંવાર આ બાબતે દંડ પણ કરે છે.
જૈવિક કચરો- બાયોમેડિકલ વેસ્ટ માટેનો કાયદો છે. મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ના નોટીફિકેશન મુજબ બાયોમેડિકલ વેસ્ટના નિયમો છે. જેમાં નિદાન સારવાર લોહી ચઢાવવું, રસીકરણ, ઇન્જેકશન, ઓપરેશન વિગેરે દ્વારા બાયો મેડિકલ વેસ્ટ ઉત્પન થાય છે. તેની લાગુ પડતી હોસ્પિટલ, નાના મોટા દવાખાના, પશુ દવાખાનું પેથોલોજી લેબ વેકસીનેશન મેન્ટ વિગેરેને લાગુ પડે છે. જો આ લોકો વેસ્ટનો યોગ્ય નિકાલ ન કરે તો વાતાવરણ બગાડે છે. અને લોકોના આરોગ્યને ગંભીર નુકશાન પહોચાડી શકે છે. તેના માટે કાયદામાં દંડની જોગવાઇ છે. તબિબી સારવાર દરમ્યાન કે હોસ્પિટલ વેસ્ટનું રિસાયકિલંગ અશકય છે. કારણ કે એ સીધા રોગ કે બીમારી સાથે સંલગ્ન છે. બીજી વાત લોકોનાં આરોગ્ય સાથે સંકળાયેલી છે. માસ્ક બીજાનું પહેરવાની ના પડાય છે. કારણ કે સિધો ચેપ લાગી શકે છે. લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે.
હાલ લોકડાઉન બાદ બોયોમેડિકલ વેસ્ટના એકત્રીકરણ અને નિકાલ પણ મોંધા થઇ ગયા છે, પણ આમાં બેદરકારી ન ચાલે તેનો યોગ્ય નિકાલ જરૂરી છે. આ વેસ્ટનો સંગ્રહ કે ભરાવો પણ ન ચાલે કારણ કે તેનાથી પણ સંક્રમણ થાય છે. સૌથી ગંભીર ખતરો તો આવા કલેકશન, નિકાલમાં કામ કરતા લોકો ઉપર છે. કોવિડ-૧૯ નો મેડિકલ વેસ્ટ તો ૧૦૦ ટકા બાળીને જ ભસ્મી ભૂત કરવો પડે જ છે. પી.પી.ઇ. કીટ વધારે હોવાથી ફેરા પણ વધી જાય છે. ને આવા વેસ્ટ સિધા પ્લાન્ટ પર જ લઇ જવા પડે છે. વચ્ચે કયાંય ગાડી પણ ઉભી ન રાખી શકાય. માટે ખર્ચાઇ પ્રોસેસ છે. આ માટે અલગ વાહન ફાળવવું જરુરી છે. તેમાં કામ કરનાર ને વિમા કવચ હોવું જરૂરી છે કારણ તે અતિ જોખમી કામગીરીમાં જોડાયેલા છે.
હોમ કોરોન્ટાઇન થયેલા લોકોએ પણ પોતાનો વેસ્ટનો નિકાલ યોગ્ય રીતે, ગાઇડ લાઇન મુજબ કરવો જરૂરી છે. મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ડીસ્પોઝેબલની જવાબદારી સ્માર્ટ સીટી અંતર્ગત કોર્પોરેશનની હોય છે. લોકોએ પણ નાગરીક ધર્મ બજાવીને કચરાનો યોગ્ય નિકાલ કરવો જરુરી છે. સૌની જવાબદારી છે બીજાના જીવ બચાવવાની
કોરોના મહામારીમાં વધતા કેસો વચ્ચે જો લોકો ન સમજે તો મુશ્કેલી ઉભી થઇ શકે છે નાના નાના કણ પણ જો શ્ર્વાસમાં જાય તો બીમારી નોતરી શકે છે. અમુક વેસ્ટ તો બાળો પછી જ મુશ્કેલીનો અંત આવે છે. માનવ વસ્તીથી દૂર તેના નિકાલ માટેની વ્યવસ્થા હોવી જરૂરી છે. કોઇ કચરો લાંબો સમય ત્યાંને ત્યાં પડયો રહે તો પણ એ વકરે છે. અત્યારે ચાલી રહેલ ચોમાસામાં તો આ સમસ્યામાં વિશેષ કાળજી લેવી જરૂરી છે.