જરૂરિયાતની વસ્તુઓમાં સેનેટરી નેપકીનનો સમાવેશ છતાં ૧૨ ટકા ટેકસ: દિલ્હી હાઈકોર્ટમાં અરજી

દેશમાં આઝાદી પછી ઔતિહાસિક ટેકસ સુધારા તરીકે ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ-જીએસટીની અમલવારી થઈ રહી છે. જે હેઠળ જટીલ પ્રશ્ર્નો અને પ્રક્રિયાથી વેપારીઓ અને સામાન્ય લોકોને થતી હેરાનગતીને ધ્યાને લઈ તાજેતરમાં મોટા સુધારાઓ કર્યા છે. જેમાં મોટાભાગની જીવન જ‚રિયાતની વસ્તુઓને ૨૮ ટકાના સ્લેબમાંથી કાઢી ૧૮ ટકા ટેકસ કરાયો છે. તેમજ માત્ર ૫૦ વસ્તુઓ પર જ ૨૮ ટકા ટેકસ વસુલવાનું નક્કી કરાયું છે તો હવે હજુ પણ સરકાર જીએસટીમાં રાહતો આપે તેવી શકયતા છે.

જીવન જ‚રીયાતની વસ્તુઓના ટેકસમાં ઘટાડો કર્યો છે. જેમાં બિંદી, કાજલ, સિંદુર સહિતની વસ્તુઓને તો જીએસટીમાંથી બાકાત કરી દેવાઈ છે, પરંતુ સેનેટરી નેપકીન પર ૧૨ ટકા જીએસટી લાધ્યો છે. જેથી જો બિંદી, કાજલ અને સિંદુર જીએસટીની બહાર કરાયા છે તો સેનેટરી નેપકીનને કેમ નહીં ? તેવો પ્રશ્ર્ન દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને કર્યો છે.

દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, સેનેટરી નેપકીન પણ જીવન જ‚રિયાતની વસ્તુમાં આવે છે તો તેને કેમ સરકારે જીએસટીમાંથી બાકાત કે કોઈ રાહત આપી નથી. આ બાબતે કેન્દ્ર સરકારને પડકાર ફેંકી દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટીકરણ માંગ્યું છે.

આ ઉપરાંત કોર્ટે એ વાત પણ ખેદ અનુભવ્યો છે કે, જીએસટી કાઉન્સિલમાં ૩૧ સભ્યો છે પરંતુ આ સભ્યોમાંથી એક પણ મહિલાનો સમાવેશ નથી જે બાબતે વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ મંત્રાલય અંગે વિચાર-વિમર્શ કરવો જોઈએ. આ બાબતે દિલ્હી હાઈકોર્ટમાં જવાહરલાલ નેહ‚ યુનિવર્સિટીના પીએચડી સ્કોલર ઝારમીન ઈસરાર ખાને અરજી કરી હતી. જેમાં જણાવાયું હતું કે, બિંદી, કાજલ અને સિંદુરને ટેકસમાંથી બાકાત કરાયા છે. પરંતુ સેનેટરી નેપકીન પર ૧૨ ટકાનો ટેકસ યથાવત છે જે બંધારણીય રીતે ખોટું છે.

આ મામલે કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલના સંજીવ ન‚લાએ કહ્યું કે, જો સેનેટરી નેપકીનને ટેકસમાંથી બાકાત કરી દેવાશે તો તેના ખર્ચમાં વધારો થશે અને સેનેટરી નેપકીનના ડોમેસ્ટિક ઉત્પાદકો ઈન્યુલ ટેકસનો અસ્વિકાર કરશે જેથી તેની આયાત ઝીરો ટકાના દરે થશે. જેથી ઉત્પાદકોને નુકસાન થશે. આથી સરકારે સેનેટરી નેપકીનની સાથે રમકડા, લેધર ગુડ્સ (ચામડાની વસ્તુઓ), કોફી, મોબાઈલ ફોન અને પ્રોસેસ ફુડ પર ૧૨ ટકા જીએસટી લાગુ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.