દરેક મહિલાઓનો ચહેરો બિંદી લગાવ્યા વગર અધૂરો જ લાગે છે. પછી તે મહિલા પરિણીત હોય કે પછી ના હોય. સાથોસાથ મહિલાઓનો મેકઅપ બિંદી વિના અધૂરો માનવામાં આવે છે. કપાળ પર એક નાનકડી બિંદી જ માત્ર તમારા દેખાવને પૂર્ણ કરે છે. સાથોસાથ તમારી સુંદરતામાં પણ વધારો કરી શકે છે.
થોડા સમયમાં શ્રાવણ માસ શરૂ થવાનો છે. આ દિવસોમાં કેટલીક પરિણીત મહિલાઓ સોળ શણગાર કરે છે અને શિવ અને પાર્વતીની પૂજા કરે છે અને વ્રત રાખે છે. જો તમે પણ આ દિવસોમાં તમારા લૂકથી તમારા પાર્ટનરને પ્રભાવિત કરવા માંગો છો. તો કપાળ પર બિંદી લગાવતા પહેલા તમારા ચહેરા અનુસાર તેનો યોગ્ય આકાર પસંદ કરવાનું ભૂલશો નહીં. યાદ રાખો કે કપાળ પર એક નાની બિંદી તમારા આખા લુકને બગાડી શકે છે અને સારો લૂક પણ આપી શકે છે. તો ચાલો જાણીએ કે ચહેરા અનુસાર યોગ્ય કદની બિંદી કેવી રીતે પસંદ કરવી.
લાંબા ચહેરાવાળી સ્ત્રીઓ :
લાંબા ચહેરાવાળી મહિલાઓએ હંમેશા તેમના કપાળ પર મહારાષ્ટ્રીયન શૈલીની ચંદ્ર બિંદી અથવા નાના કદની બિંદી લગાવવી જોઇએ. આ આકારની બિંદી તેમની સુંદરતા વધારવામાં મદદ કરે છે.
ચોરસ ચહેરો ધરાવતી સ્ત્રીઓ :
ચોરસ ચહેરાના આકારવાળી સ્ત્રીઓ પર વી આકારની અથવા ગોળ બિંદી સારી લાગે છે. તેનાથી તેનો લૂક અલગ જ દેખાય આવે છે.
ગોળાકાર ચહેરાવાળી સ્ત્રીઓ :
ગોળાકાર ચહેરાવાળી સ્ત્રીઓએ બારીક બિંદી, કોમોલિકા શૈલીની લાંબી બિંદી અથવા બંગાળી શૈલીની પૂર્ણ કદની બિંદી કપાળ પર લગાવવી જોઈએ. આ આકારની બિંદીમાં તે વધુ સુંદર લાગે છે.
પહોળા કપાળવાળી સ્ત્રીઓ
પહોળા કપાળવાળી મહિલાઓએ કપાળ પર ન તો મોટી સાઈઝની બિંદી લગાવવી જોઈએ કે ન તો નાની સાઈઝની બિંદી. આવા લોકોએ હંમેશા કપાળ પર મધ્યમ કદની બિંદી લગાવવી જોઈએ.
આ ટિપ્સ અપનાવીને તમે તમારા ચહેરાની સુંદરતામાં વધારો કરી શકો છો. અને તેનાથી તમારો આખો લૂક પણ સારો દેખાય આવે છે.