જામનગરના ડેપ્યુટી મેયર પદે તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા પદે કેતન ગોસરાણી અને દંડક તરીકે કુસુમબેન પંડયાની વરણી

રાજકોટ, જામનગર અને સુરત મહાનગરપાલિકાના મેયર સહીતના પદાધિકારીઓની નિમણુંક કરવા માટે આજે બોર્ડ બેઠક મળી હતી. જેમાં જામનગરના મેયર તરીકે બિનાબેન કોઠારીની, સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હેમાલીબેન બોધાવાલા જયારે રાજકોટના પ્રથમ નાગરીક તરીકે ડો. પ્રદિપ ડવની પસંદગી કરવામાં આવી છે. આ સાથે રાજયની છ મહાપાલિકાઓમાં પદાધિકારીઓની વરણી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જવા પામી છે.

અમવાદા, વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી ગત બુધવારે કરાયા બાદ આનજે રાજકોટ, સુરત અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિમણુંક કરવા માટે સવારે બોર્ડ બેઠક મળી હતી આ પૂર્વે મળેલી ભાજપના નવનિયુકત કોર્પોરેટરોની સંકલન બેઠકમાં પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા બંધ કવરમાં મોકલવામાં આવેલા, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને પક્ષના દંડકની નામની સત્તાવાર ધોષણા કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના મેયર પદે બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર પદે તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પદે મનિષ કટારીયા, શાસક પક્ષના નેતા તરીકે કેતન ગોસરાણી, જયારે પક્ષના દંડક તરીકે કુસુમબેન પંડયાની વરણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનપદે પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે વિનુ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિયુકિત કરવામાં આવી છે. જયારે સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે હેમાલી બોધાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મેઘાણી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ સાથે રાજયની છ મહાપાલિકા કે જેની સામાન્ય ચૂંટણી ગત ર1મી ફેબ્રુઆરીના રોજ યોજાઇ હતું. ત્થા તમામ જગ્યાએ નવા પદાધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત મનપામાં ભાજપ માટે આ વખતે વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં સુરતના રસ્તેથી રાજનીતિની શરૂઆત કરનાર આમ આદમી પાર્ટીએ સુરતવાસીઓનો આભાર માન્યો છે. જો કે, સી.આર પાટીલનો ગઢ કહેવાતા સુરતમાં અંતે ભાજપે પોતાનું અસ્તિત્વ કાયમ રાખ્યું છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન

  • મેયર: બીનાબેન કોઠારી
  • ડે. મેયર: તપન પરમાર
  • સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: મનીષ કટારીયા
  • શાસકપક્ષ નેતા: કુસુમબેન પંડ્યા
  • દંડક: કેતન ગોસરાણી

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન

  • મેયર: હેમાલી બોગવાળા
  • ડે.મેયર: દિનેશ જોધાની
  • સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન: પરેશ પટેલ
  • શાસક નેતા: અમિત રાજપૂત
  • દંડક: રાકેશ માલી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.