રાજકોટ શહેરના વોર્ડ નં.૦૨માં ધરમ ટોકીઝ થી જામ ટાવર સુધીના રોડ પર ડામર રોડનું ખાતમુહુર્ત કરતા મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં.૦૨નાં પ્રભારી અને શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરશ્રીઓ..
રાજકોટ શહેરમાં જ્યાં માનવી ત્યાં સુવિધાના સુત્રને સાર્થક કરતા રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના પદાધિકારીઓ દ્વારા વોર્ડ નં.૦૨માં ધરમ ટોકીઝ થી જામ ટાવર સુધીના રોડ પર ડામર રોડનું ખાતમુહુર્ત મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં.૦૨ના પ્રભારી અને શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા કરવામાં આવેલ.
આ પ્રસંગે વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પૂર્વ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર સોફિયાબેન દલ, વોર્ડ નં.૨ના પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, ધેર્યભાઈ પારેખ, વોર્ડ અગ્રણીયશ્રી દશરથસિંહ વાળા, ગૌતમભાઈ વાળા, ગુલાબસિંહ જાડેજા, રાજનભાઈ સિંધવ, પંકજભાઈ જોષી, ભરતભાઈ કાઠી, નીલેશભાઈ તેરૈયા, જેન્તીભાઈ બુધેલીયા, હોજેફાભાઈ, શેખ કાકા, દીપાબેન કાચા, જયેન્દ્રસિંહ ઝાલા, સીમાબેન અગ્રવાલ, હર્ષિદાબેન, શ્રદ્ધાબેન સીમેજીયા, ભાવનાબેન ચતવાણી, રસીલાબેન, કમલભાઈ ભટ્ટ, ગીરીશભાઈ રાઠોડ, રાજેન્દ્રસિંહ રાણા તથા બહોળી સંખ્યામાં લત્તાવાસીઓ ઉપસ્થિત રહયા હતા.