Abtak Media Google News
  •  શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી શરૂ કરી માત્ર 25₹ બિલ્વપૂજા સેવા”
  •  શ્રાવણ 2023 અને મહાશિવરાત્રી 23-24 માં વિક્રમજનક 3 લાખ જેટલી પૂજા નોંધાયા બાદ શ્રાવણ 2024 માટે માત્ર 25₹ બિલ્વપુજાનો ફરી પ્રારંભ
  • સોમનાથ જ્યોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય

સોમનાથ ન્યુઝ : શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ 30 દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવે છે. QR તથા ટ્રસ્ટ ની વેબસાઈટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. “માત્ર 25₹ બિલ્વ પૂજા સેવા” આપવામાં આવશે.

Somnath Mahadev Temple full of devotees on last day of Shravan month -

અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ 2023, પર ભક્તો માટે આ વિશેષ બિલ્વપુજા સેવા” શરૂ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણે ઉત્સવોમાં 3 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.

શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કહેવાય છે કે,

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥

સોમનાથ મહાદેવને બિલ્વદલ શૃંગાર Somnath Temple Gujarat Bilva Patra Shringar

શિવજીને ત્રણ પર્ણ વાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપો નાશ થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર 25₹ ની રાશિથી બીલીપત્ર પૂજનના પુણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલવામાં આવશે.

ભકતોને માત્ર 25₹ બિલ્વપૂજાના પ્રસાદમાં મોકલવામાં આવશે રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ

ગત શ્રાવણ માસમાં આ બિલ્વપુજા પ્રારંભ કરવામાં આવી હતી. તેમજ દેશભરમાંથી 2.50 લાખ થી વધુ ભક્તોએ આ બિલ્વપુજામાં ભાગ લીધો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટે તમામ ભકતોની બિલ્વપુજા યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી ભક્તોને લાઈવ દર્શન કરાવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોના સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મેળવીને મોટી સંખ્યામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુ જ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા. જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી પ્રસન્ન બન્યા હતા.

Devotees can perform bilva puja in Somnath temple for 21 rupees | ભાવિકો ઘેરબેઠાં સોમનાથ મંદિરમાં ૨૧ રૂપિયામાં કરી શકશે બિલ્વ પૂજા

શ્રાવણ 2024 પર સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર 25₹ બિલ્વપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા.12/07/2024 થી શ્રાવણ માસની અમાસ 03/09/2024 ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/BilvaPooja/ અથવા આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.

જયેશ પરમાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.