ફેક ન્યુઝ આપતા પત્રકારોની માન્યતા રદ કરવા સાથે જોડાયેલી ગાઇડલાઇન પર વિવાદ થયા પછી નરેન્દ્ર મોદી સરકારે તેની સાથે સંકળાયેલી પ્રેસ રીલીઝ પાછી ખેંચવા જણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ ફેક ન્યૂઝ પર સુચના તેમજ પ્રસારણ મંત્રાલયના ફેંસલાને પરત લેવાના આદેશ આપ્યાં છે. સાથે જ PM મોદીએ કહ્યું કે આ અંગે માત્ર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા જ સુનાવણી કરશે. સ્મૃતિ ઇરાનીના સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયે આ ગાઇડલાઇન સોમવારે જાહેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ પત્રકાર નકલી સમાચાર બનાવે છે અને તેનો દુષ્પ્રચાર કરતાં જોવા મળે તો તેમની માન્યતા સ્થાયી રૂપથી રદ કરવામાં આવી શકે છે. આ ગાઇડલાઇન્સ પર કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com