ઐતિહાસિક ક્ષણ: નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે પ્રથમવાર બ્રહ્માંડની રંગીન તસવીર કરી જાહેર
વિશ્વના સૌથી મોટા અને શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ ’જેમ્સ વેબ ટેલિસ્કોપ’ દ્વારા લેવામાં આવેલી બ્રહ્માંડની પ્રથમ તસવીર બહાર પાડવામાં આવી છે. નાસાના વડા બિલ નેલ્સને કહ્યું છે કે, તસવીરમાં દેખાતી ઓછામાં ઓછી એક લાઇટ 13 અબજ વર્ષ પહેલાની છે, એટલે કે બિગ બેંગના 800 મિલિયન વર્ષ પછીની છે. નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલી તસવીરને લીધે બ્રહ્માંડનું અબજો વર્ષ પૂર્વેનું રહસ્ય ઉકેલાયું છે. આ ઐતિહાસિક ક્ષણ છે જ્યારે સૌ પ્રથમવાર બ્રહ્માંડની રંગીન તસવીર જાહેર કરાઈ છે અને આ તસવીરમાં ફક્ત એક એક લાઈટ પણ 13 અબજ વર્ષ પહેલાંની છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સનની હાજરીમાં રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા અત્યાર સુધી જોવામાં આવેલ બ્રહ્માંડનો સૌથી વધુ રિઝોલ્યુશનનો ફોટો બહાર પાડવામાં આવ્યો હતો. નાસાએ આ અંગે કહ્યું છે કે, આ બ્રહ્માંડનું અત્યાર સુધીનું સૌથી દૂરનું, સૌથી વિગતવાર તસવીર છે જે અનેક આકાશ ગંગાઓ દર્શાવે છે. આ તસ્વીરમાં દેખાતી આકાશ ગંગાનો પ્રકાશ પણ પૃથ્વી સુધી પહોંચતા અબજો વર્ષ લે છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ અંગે કહ્યું છે કે, આ તસવીરો વિશ્વને જણાવશે કે અમેરિકા મહાન કાર્યો કરી શકે છે
અને કંઈપણ આપણી ક્ષમતાઓથી બહાર નથી. આ બ્રહ્માંડને આપણે જે રીતે જોઈએ છીએ તેનો નજરીયો બદલશે. આ દરમિયાન નેલ્સને કહ્યું, આ તસવીર 4.6 અબજ વર્ષ જૂના સ્ટાર ક્લસ્ટર એસએમએસી 0723 ની છે. તારાઓના આ સમૂહનો કુલ સમૂહ ગુરુત્વાકર્ષણ લેન્સની જેમ કાર્ય કરે છે અને તેની પાછળની તારાવિશ્વોમાંથી આવતા પ્રકાશને વિખેરી નાખે છે.10 બિલિયન ડોલરમાં બનેલ જેમ્સ વેબ ટેલિસ્કોપ, અવકાશમાં મોકલવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. આ ટેલિસ્કોપ આપણી આકાશગંગાની બહાર ફેલાયેલા અનંત બ્રહ્માંડમાં ડોકિયું કરવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. જેમ્સ વેબની રચના નોર્થરોબ ગ્રુમેન કોર્પ દ્વારા કરવામાં આવી હતી, જે એરોસ્પેસ સાધનોનું ઉત્પાદન કરે છે. નાસાના વડા બિલ નેલ્સને જણાવ્યું હતું કે, બ્રહ્માંડની શરૂઆત 13.8 અબજ વર્ષ પહેલાં એક વિશાળ ધડાકાથી એટલે કે બિગ-બેંગથી થઈ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે જેમ્સ વેબે લીધેલી તસવીરોમાં દેખાતા પ્રકાશના દરેક બિંદુ હજારો તારાવિશ્વોનું સમૂહ છે અને તે એક હાથના અંતરેથી ચોખાના દાણાને જોવા જેવું છે.જેમ્સ વેબે 30 વર્ષ જૂના હબલ ટેલિસ્કોપનું સ્થાન લીધું છે અને તે તેના પુરોગામી કરતાં લગભગ 100 ગણું વધુ શક્તિશાળી છે. તેની પ્રકાશ શોષવાની ક્ષમતા ઘણી વિશાળ છે. જેના કારણે તે દૂરની વસ્તુઓ પણ જોઈ શકે છે. વિજ્ઞાનીઓ પહેલાથી જ પાંચ સ્થળોથી વાકેફ હતા જ્યાં વેબે શરૂઆતમાં તસવીરો લીધી હતી. આમાંના બે ગેસના વિશાળ વાદળો છે જે નવા તારાઓની રચના દરમિયાન વિસ્ફોટ દ્વારા રચાયા હતા.
અવકાશમાં મોકલાયેલા તમામ ટેલિસ્કોપ પૈકી સૌથી શક્તિશાળી જેમ્સ વેબની કિંમત અધધધ…10 બિલિયન ડોલર !!
10 બિલિયન ડોલરમાં બનેલ જેમ્સ વેબ ટેલિસ્કોપ, અવકાશમાં મોકલવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે. આ ટેલિસ્કોપ આપણી આકાશગંગાની બહાર ફેલાયેલા અનંત બ્રહ્માંડમાં ડોકિયું કરવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. જેમ્સ વેબની રચના નોર્થરોબ ગ્રુમેન કોર્પ દ્વારા કરવામાં આવી હતી, જે એરોસ્પેસ સાધનોનું ઉત્પાદન કરે છે.જેમ્સ વેબે 30 વર્ષ જૂના હબલ ટેલિસ્કોપનું સ્થાન લીધું છે અને તે તેના પુરોગામી કરતાં લગભગ 100 ગણું વધુ શક્તિશાળી છે. તેની પ્રકાશ શોષવાની ક્ષમતા ઘણી વિશાળ છે. જેના કારણે તે દૂરની વસ્તુઓ પણ જોઈ શકે છે. વિજ્ઞાનીઓ પહેલાથી જ પાંચ સ્થળોથી વાકેફ હતા જ્યાં વેબે શરૂઆતમાં તસવીરો લીધી હતી. આમાંના બે ગેસના વિશાળ વાદળો છે જે નવા તારાઓની રચના દરમિયાન વિસ્ફોટ દ્વારા રચાયા હતા.
ન હોય… તસવીરમાં દેખાતાં પ્રત્યેક બિંદુ હજારો તારાવિશ્ર્વોનું સમૂહ !!!
નાસાના વડા બિલ નેલ્સને જણાવ્યું હતું કે, બ્રહ્માંડની શરૂઆત 13.8 અબજ વર્ષ પહેલાં એક વિશાળ ધડાકાથી એટલે કે બિગ-બેંગથી થઈ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું કે જેમ્સ વેબે લીધેલી તસવીરોમાં દેખાતા પ્રકાશના દરેક બિંદુ હજારો તારાવિશ્વોનું સમૂહ છે અને તે એક હાથના અંતરેથી ચોખાના દાણાને જોવા જેવું છે. આ દરમિયાન નેલ્સને કહ્યું, આ તસવીર 4.6 અબજ વર્ષ જૂના સ્ટાર ક્લસ્ટર એસએમએસી 0723 ની છે. તારાઓના આ સમૂહનો કુલ સમૂહ ગુરુત્વાકર્ષણ લેન્સની જેમ કાર્ય કરે છે અને તેની પાછળની તારાવિશ્વોમાંથી આવતા પ્રકાશને વિખેરી નાખે છે.
તસવીરના એક-એક પ્રકાશના બિંદુઓ 13 અબજ વર્ષ પૂર્વેના !!!
નાસાના વડા બિલ નેલ્સને કહ્યું છે કે, તસવીરમાં દેખાતી ઓછામાં ઓછી એક લાઇટ 13 અબજ વર્ષ પહેલાની છે, એટલે કે બિગ બેંગના 800 મિલિયન વર્ષ પછીની છે. નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલી તસવીરને લીધે બ્રહ્માંડનું અબજો વર્ષ પૂર્વેનું રહસ્ય ઉકેલાયું છે. આ ઐતિહાસિક ક્ષણ છે જ્યારે સૌ પ્રથમવાર બ્રહ્માંડની રંગીન તસવીર જાહેર કરાઈ છે અને આ તસવીરમાં ફક્ત એક એક લાઈટ પણ 13 અબજ વર્ષ પહેલાંની છે.