માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેની પત્ની મેલિન્ડા ગેટ્સે તેમના 27 વર્ષનાં લગ્નજીવનને સમાપ્ત કરીને અલગ થવાનો નિર્ણય લીધો છે. બંને દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તેઓ તેમના વૈવાહિક સંબંધોનો અંત લાવી રહ્યા છે અને જીવનના આગળના તબક્કામાં તેઓ સાથે રહી શકતા નથી.’
જો કે, છૂટા થયા પછી પણ, બંને વચ્ચે એક સારો સબંધ સ્થપાયને રહશે. બંનેએ જાહેરાત પણ કરી છે કે છૂટાછેડા પછી પણ તેઓ ગેટ્સ ફાઉન્ડેશન માટે સાથે કામ કરવાનું ચાલુ રાખશે. આ સંસ્થા વર્ષ 2000માં શરૂ કરવામાં આવી હતી.
— Bill Gates (@BillGates) May 3, 2021
બિલ ગેટ્સે તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી નિવેદન બહાર પાડ્યું છે કે, ‘અમારા સંબંધો વિશે અને તેને જાળવવાના પ્રયત્નો વિશે ખૂબ વિચાર કર્યા પછી, અમે અમારા લગ્ન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષોમાં, અમે ત્રણ અદ્ભુત બાળકો સાથે અમે ખુશીથી રહ્યા અને સાથે એવું ફાઉન્ડેશન ઉભું કર્યું જે સમગ્ર વિશ્વના લોકોને સ્વસ્થ અને લાભકારક જીવન આપી શકે છે. આપણે બંને આ ફાઉન્ડેશનના પાયા બની એક સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, પરંતુ પતિ-પત્ની તરીકે આપણે જીવનના આગલા તબક્કામાં જીવી શકીશું નહીં. અમે નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છીએ.’
બિલ અને મેલિન્ડા ગેટ્સની પ્રેમ કહાની પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. બંનેની મુલાકાત 1987માં થઈ હતી, જ્યારે મેલિંડાએ માઇક્રોસોફ્ટ કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામ પર એક ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન બિલ ગેટ્સનું દિલ મેલિંડા પર આવ્યું, તે પછી બંને વચ્ચે એક નવા સબંધની શરૂઆત થઈ. આખરે 1994માં બંનેએ લગ્ન કર્યા હતા.