ભીમ અને પેટીએમથી પણ નાણા સ્વીકારાશે: વસ્તુઓનું નિયત દરે જ વેચાણ થશે
રાજકોટ રેલવે સ્ટેશનમાં ખાન-પાનની વસ્તુઓ લોકોને નિયત ભાવે મળી રહે તે માટે તમામ ૧૮ સ્ટોલમાં બીલીંગ મશીન લગાવવામાં આવ્યા છે. આ બીલીંગ મશીનથી મુસાફરોને ખાણીપીણીની વસ્તુઓ નિયત કરાયેલા દરે જ મળશે.
રાજકોટ મુંબઈનાં પ્રબંધક પી.બી. નિનાવેના જણાવ્યા મુજબ યાત્રીકોને આ સુવિધા આપવામાં આવી છે. જેથી તેઓ બિલ પણ માગી શકશે અને ખાણીપીણી પર વધારે નાણા ચૂકવવા પડશે. નહી. સાથોસાથ કેશલેશ ટ્રાન્ઝેશન થાય તે માટે મુખ્ય રેલવે સ્ટેશનો પર ‘ભીમ’ અને પેટીએમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા રાજકોટ, વાંકાનેર થાન, સુરેન્દ્રનગર, મોરબી, ભકિતનગર, હાપા, જામનગર, ખંભાળીયા, દ્વારકા, તથા ઓખામાં શરૂ કરવામાં આવશે. યાત્રીકોને રાજકોટ મંડળ પર ખાણીપીણીને લઈ કોઈ પણ પ્રશ્ર્ન હોય તો હેલ્પલાઈન નંબર ૯૭૨૪૦ ૯૪૯૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.