જામનગરના વસઇ ગામ પાસે છોટા હાથીની ઠોકરે ચડેલા બાઇક ચાલક યુવાન ફંગોળાઇને એસટી બસ નીચે કચડાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી પાસે આવેલા ભલગામડાના વતની અને વાડીનાર રહેતા અર્પૂવસિંહ મયુરસિંહ રાણા નામના 24 વર્ષના ગરાસીયા યુવાન જી.જે. 37એફ. 5138 નંબરના બાઇક સાથે ફંગોળાયા બાદ એસટી બસના નીચે ચગદાતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યું છે.
છોટા હાથીની ઠોકરે ચડેલા યુવાન ફંગોળાતા સજાર્યો જીવલેણ અકસ્માત
મૃતક અપૂર્વસિંહ ઝાલા બે વર્ષથી વાડીનાર મામાના ઘરે રહે છે અને ન્યારા એનર્જીમાં ફાયર બ્રિગેડ વિભાગમાં ફરજ બજાવે છે. પર જામનગરથી વાડીનાર જઇ રહ્યા હતા ત્યારે વસઇ નજીક પાછળથી પુર ઝડપે ઘસી આવેલા છોટા હાથીની ઠોકર લાગતા અર્પૂવસિંહ રાણા બાઇક પરનો કાબુ ગુમાવી રોંગ સાઇડ ફંગોળાયા હતા. ત્યારે જ એસટી બસ ઘસી આવી હતી અને બસના તોતીંગ વ્હીલ નીચે ચગદાતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતા સિક્કા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો તપાસ હાથધરી છે.