ટંકારા પંથકમાં ખેત મજૂરીની આડમાં બાઈક ચોરી કરતી ગેંગના ચાર શખ્સોને પાંચ ચોરાઉ બાઈક સાથે દબોચી લેવામાં ટંકારા પોલીસને સફળતા મળી છે. ટંકારા પોલીસની સજાગતાને પગલે બંગાવડી ગામના પાટીયા પાસેથી ચોરાઉ બાઈક સાથે ઝડપાયેલ શખ્સે બાઈક ચોર ગેંગ અંગે કબૂલાત આપતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એક શખ્સને ફરાર દર્શાવવામાં આવ્યો છે.
ટંકારા પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન એક મોટર ચાલકને બંગાવડી ગામના પાટીયા પાસે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો જેની તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો માંગતા તેની પાસે દસ્તાવેજો ન હોવાનું માલુમ પડ્યું હતું. જેથી ગુજકોપ પોકેટકોપ મારફતે ખરાઈ કરાવતા આ મોટરસાયકલ ટંકારા પો.સ્ટેમાં ગુન્હામાં ચોરીના મુદ્દામાલ તરીકેનુ હોવાનું ખુલ્યું હતું. જેને પગલે કોયલી ગામે ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા નામના શખ્સને દબોચી લેવાયો હતો.
બાદમાં પોલીસે આ શખ્સના રીમાંડ મેળવી પુછપરછ કરતા અન્ય આરોપીઓ સાથે મળી બીજા ચાર મોટરસાયકલ ચોરી કરી મેઘપર (ઝાલા) ગામે વોકળા પાસે બાવળની ઝાડીમા સંતાડેલ હોવાનું કબુલાત આપતા કુલ પાંચ મોટર સાયકલ કબ્જે લેવાયા છે.તમામ ભેજાબાજે ટંકારામાંથી બાઈક ચોર્યાનું ખુલતા પોલીસે ખેતમજૂરીની આડમાં ચોરી કરતા કલ્પેશભાઈ નંગરસિહ વાસ્કેલા ઉપરાંત ચોરીને અંજામ આપતા સોનુ શ્યામલા મૈડા, (ઉ.વ.22) ધંધો ખેતી રહે. ભોળાગામ તા. ધોરાજી જી.રાજકોટ મુળ પૂનીયાવાડ તા. કઠીવારા જી. અલીરાજપુર (એમ.પી), રૂમાલ ભુરસિંહ પરમાર, (ઉ.વ.21) રહે.ખેંગરકા તા.પડધરી જી.રાજકોટ મુળ પનાલા તા. કઠીવારા જી. અલીરાજપુર (એમ.પી), થાનેશ મૈથુભાઈ મૈડા, (ઉ.વ.19) રહે મેઘપર (ઝા) તા. ટંકારા જી. મોરબી મુળ આમખુટ તડવીફળીયુ તા. કઠીવારા જી. અલીરાજપુર (એમ.પી) વાળાને પણ ઝડપી લીધા છે.
આ ઉપરાંત રાજુ નંગરસિંહ વાલ્કેલા, રહે આગેવણી તા. આંબવા જી. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાનું નામ ખોલાવી તેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.આ કામગીરી ટંકારા પ્રોબેશનરી પીઆઇ એન.એ.વસાવા, પીએસઆઇ બી.ડી.પરમાર, એ.એસ.આઈ એમ.કે.બ્લોચ, પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ નાગજીભાઈ બાર, પો.કોન્સ હિતેષભાઈ વશરામભાઈ ચાવડા, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.