રેસ જોવી કોણે ના ગમે, કાર રેસ બાઈક રેસ કે બીજી અન્ય રેસો દર વર્ષે યોજાય અને લખો ચાહકો જોવા આવે છે. રેસમાં જિંદગી અને મોત વચ્ચેનો ખેલ જોવા મળે. આ રેસ દરમિયાન અમુક એવા કિસ્સા બંને જે ખુબ જ દુઃખદ હોય છે. હાલમાં Moto GPની બાઈક રેસ યોજાય હતી અને તેમાં એક દુઃખદ કિસ્સો થયો, જેને બધાના દિલ હચમચાવી દીધા છે.
Moto GP રેસ દરમિયાન એક બાઇકથી જોરદાર ટક્કર થયા બાદ સ્વિત્ઝરલેન્ડના યુવા રાઇડર જેસન ડુપાસ્કિયરનું મોત થયું છે. તે માત્ર 19 વર્ષના હતા. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેઓ જિંદગીની જંગ હારી ગયા.
Moto GPએ ટ્વીટર પર લખ્યું કે, ‘Moto 3 ક્વાલિફાઇંગના બીજા સેશનમાં ગંભીર ઘટના બાદ અમે દુઃખી છીએ કે અમે જેસન ડુપાસ્કિયરને ગુમાવી દીધો છે. સમગ્ર Moto GP પરિવાર તરફથી અમે તેમની ટીમ, તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ.જેસન ખૂબ યાદ આવશે.’
બીજી તરફ, કૈરેગીએ કહ્યું છે કે, ‘એફઆઇએમ મેડિકલ ઇન્ટરવેન્શન વાહન સાઇટ પર તાત્કાલિક પહોંચી ગયું હતું. એર લિફ્ટ કરીને હૉસ્પિટલ લઇ જતાં પહેલા ટ્રેક ખાતે જ તેમની સારવાર કરવામાં આવી હતી. મેડિકલ સ્ટાફે તેમને બચાવવાના તમામ પ્રયાસ કર્યા હતા. ડુપાસ્કિયરની Moto 3ની આ માત્ર ત્રીજી સીઝન હતી. તેઓ રેસ દરમિયાન ટ્રેક પર અન્ય બાઇકર સાથે ટકરાઇ ગયા અને ઉછળીને ઘણે દૂર પટકાયા. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.’
A classy gesture ??@FabioQ20 waves the Swiss flag in honour of Jason Dupasquier ❤️#ItalianGP ?? pic.twitter.com/4MUxveDb6r
— MotoGP™? (@MotoGP) May 30, 2021
Moto GP રેસના વિજેતા ફ્રાન્સના ફૈબિયો બન્યા. જોકે સાથી રાઇડરને ગુમાવવાના કારણે આ જીત બાદ તેઓ ઘણા ઇમોશનલ થઈ ગયા. સ્વિત્ઝરલેન્ડનો ઝંડો લહેરાવતા એક દર્શકે તેમને ઝંડો તેમને આપ્યો અને જેસનને શ્રદ્ધાંજલિ આપતાં પોતાના દેશનો ઝંડો લહેરાવવાના બદલે સ્વિત્ઝરલેન્ડનો ઝંડો લહેરાવ્યો. ડુપ્લાસ્કિયરની ટીમ પ્રુએસ્ટલે આ ઘટના બાદ રેસથી પોતાને અલગ કરી દીધી.