ઇડર શહેરમાં પરશુરામ ભગવાનની શોભા યાત્રા કાઢવામાં આવી હતી આ શોભા યાત્રામાં ૧૦૦૦ જેટલા ભ્રામણ બંધુઓ ૩૦૦ બાઈકો સાથે ઉત્સાહ ભેર જોડાયા હતા ભગવાન વિષ્ણુના છઠા અવતાર ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ઉજવણીમાં વિવિધ જ્ઞાતીઓએ રથનો આવકાર કરી પરશુરામ ભગવાનના દિવ્ય દર્શનનો લાહવો લીધો હતો.
અને આ શોભાયાત્રા સાથે બાઈક રેલી શ્રી રામજી મંદિર થી ધુળેટા હનુમાન મંદિર થઈ ,નાયક નગર ,રેલ્વે સ્ટેશનથી પરત રામજી મંદિર બસ સ્ટેન્ડ આવી હતી જેમાં દરેક ધર્મના વ્યક્તિઓએ ધાર્મિક સહિષ્ણુતાના દર્શન કરાવ્યા હતા.
આ રેલીને સફર બનાવવીતે બદલ સમસ્ત ભ્રહ્મ સમાજ ઇડર શહેરમા વસતા તમામ બ્રહ્મ બંધુઓ અને બ્રહ્મ સમાજનાં હોદ્દેદાર સભ્યોએ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ પ્ર્રેસના પત્રકાર બંધુઓ અને ઇડર શહેરની પ્રજાનો આ રેલીને શાંતિમય રીતે પૂર્ણ કરી ભગવાનના જન્મોત્સવને દેંદિવ્યમાંન બનાવવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિવિધ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામ ની આવી રેલી દરેક સાલ નીકળે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com