વરસાદ વચ્ચે પણ ૫૦,૦૦૦ યુવાનોનો જાજરમાન શો ઐતિહાસિક બન્યો: યુવા ભાજપના ડો.નેહલ શુકલ અને પ્રદિપ ડવ સહિતના ‘અબતક’ની મુલાકાતે
આજીડેમમાં નર્મદા મૈયાનું પાણીનું આગમન, ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન મોદીજી તેમજ રાજકોટના ધારાસભ્ય અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને આવકારવા ધોધમાર વરસાદની હાજરી હોવા છતાં રાજકોટની જનેતાએ ઈતિહાસ રચી દીધો છે. ભાજપ યુવા મોરચા દ્વારા આ પ્રસંગને વધાવવા સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજકોટના યુવાનોએ જોત જોતામાં આ રેલીને તેમના ખંત અને જોશથી ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક તેમજ રાજકોટની અત્યાર સુધીની સૌથી મોટી બાઈક રેલી બનાવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે.
ગઈકાલે રાજકોટના માર્ગ પર ૩૦,૦૦૦થી વધુ બાઈક-સ્કુટરમાં યુવાન-યુવતીઓએ રેલી કાઢેલી અને તેમની પાછળ એક તેમના જોડીદાર ગણી તો અંદાજે ૬૦૦૦થી વધુ યુવાનોએ ‘ભારત માતા કી જય’ના નારા સાથે ભાજપનો ઝંડો ફરકાવીને વાતાવરણ જોમ ભર્યું અને કેશરીયા રંગે રંગી દીધું હતું. ધોધમાર વરસાદથી દુર ભાગવાને બદલે યુવાનોમાં આ રેલી માટે એવો જોમ અને જુસ્સોહતો કર તેઓએ વરસતા વરસાદમાં ભીંજાયને ઉમંગભેર ૯ કિલોમીટરની આરેલી પૂર્ણ કરી હતી. તેટલું જ યુવતીઓની વિશાળ સંખયામાં પણ ઉડીને આંખે વળગે તેવી હતી. રાજકોટનું સૌથી વિશાળ ગણાતું રેસકોર્ષ ગ્રાઉન્ડ પણ પાકિર્ંંગ માટે નાનુ પડયું અને સ્કુટરોનો સમાવેશ તેમાં પૂર્ણ પણે ન થઈ શકયો તે આ રેલીની વિશેષતા હતી.
આ તકે ભાજપા પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી અને સૌરાષ્ટ્રના પ્રભારી ડો.નેહલ શુકલની રાહબરી હેઠળ શહેર યુવા મોરચાના પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા તેમજ જીલ્લાના પ્રમુખ પ્રશાંત કોરાટ સહિતના અબતકની મુલાકાતે આવ્યા હતા. ભાજપા યુવા મોરચાના ગુજરાતના પ્રમુખ ડો.ઋત્વીજ પટેલ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર રેલીમાં તેમણે ભાગ લીધો હોવાનું તેમણે કહયું હતું.
આ રેલીને સફળ બનાવવા હિતેષ મારુ, અમીત બોરીચા, સતીષ ગમારા, સર્વેશ્ર્વર ચૌહાણ, કુલદીપસિંહ જાડેજા, પૂર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ ચૌહાણ, કીશન ટીલવા, વ્યોમ વ્યાસ, હીરેન રાવલ, પરેશ સખીયા, નાગજી વરુ, અશ્ર્વીન પાણખાણીયા, ભાવેશ ટોયટા, આનંદ મકવાણા, ઉદયભાઇ ચૌહાણ, બ્રિરાજસિંહ જાડેજા, પરાગ કોટક, રવિ ન્યાલાણી, ચંદુભાઇ ભંડેરી,અજય લોખીલા, હિતેશ ગોહેલ, હેમાંગ પીપળીયા, હાર્દીક કુગરીયા, જયેશ ભાનુશાળી, મીલન લીંબાસીયા, જીતુ ઝાપડીયા, વાસુરભાઇ આહીર, રાજન ત્રિવેદી, પ્રશાંત લાઠીગ્રા, વિજય ચૌહાણ, જસ્મીન મકવાણા, ઋષભ દેસાઇ, અમીત રાજયગુરુ, વિમલ કોરીયા, પ્રફુલ ઘેડીયા, રવિ સખીયા, સંજય વાઢેર, ઝાલા શિવરાજસિંહ, ઉદય પારસીયા, મૌલીક કપુરીયા, કુમારવાડીયા જયેશ, મૌતીક કંટારીયા, અનીરુઘ્ધ ઘાંઘલ, મહેશભાઇ રાઠોડ, મેહુલ જસાણી, જય બોરીચા નિરવ રાયચુરા, આનંદ જાવીયા, કૌશલ ધામી, કેયુર મશરુ, વિનોદ કુમારખાણીયા, પંકજ રાવ, અમર સોલંકી, ઘનશ્યામ પરમાર, સંજય જલુ, મનોજ ચાવડા, જયપાલ ચાવડા, નિકેશ કાકડીયા, મહાવીરભાઇ ઠકકર, રાકેશ રાદડીયા, એલીશભાઇ રાઠોડ, હિતેશભાઇ ઢોલરીયા ઘનશ્યામસિંહ જાડેજા સહીતનાએ જહેમત ઉઠાવી રહતી.