- છોટુ નગરમાં વેપારીને ત્રણ ગ્રાહકે લમધાર્યો
રાજકોટ શહેરમાં તાપમાનનો પારો ઉપર ચડતા લોકોના મગજનો પારો પણ ઉપર થઈ રહ્યાં હોઈ તેમ મારામારીના કિસ્સા વધી રહ્યા છે ત્યારે શહેરના રામ કૃષ્ણ આશ્રમ નજીક બાઈકને બસની ઠોકર લાગતા બાઇક ચાલકે બસ ડ્રાઈવર સાથે ઝઘડો કરી માર માર્યાની અને હનુમાન મઢી છોટુનગર સોસાયટી શેરી નંબર એક નજીક ચિકનનાં વેપારી અને તેના ભાઈને ત્રણ ગ્રાહકોએ મારમાર્યોની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જામનગર રહેતા અને એસ.ટી.વિભાગનમાં ચાલક તરીકે ફરજ બજાવતા મહેબૂબભાઈ આદમભાઈ મેડા જામનગર-રાજકોટ રૂટની બસ ના લઈને જામનગર જવા બસપોર્ટથી ને નીકળ્યા હતા.ત્યારે એક બાઇકચાલકે બસને ઓવરટેક કરી બસ આગળ આવી બસ બાઇકને અડી ‘ગઇ હતી. આ સમયે બાઇકચાલકે પોતાને બસ જોઈને ચલાવવાનું કહીને બસની ડ્રાઇવર સીટ પરથી હાથ ખેંચી નીચે પછાડી.માર મારી નાસીજતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મારામારીના અન્ય એક બનાવમાં છોટુનગર-1માં રહેતા અને ચિકનના વેપારી આશીફખાન મુબારકખાન પઠાણ અને તેના તરુણવયના રિયાઝને રચિત કડવાતર, ભરત મેઘનાથી, અશોક મેઘનાથીએ માર મારી છરીથી ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આર્શીફ અને તેનો ભાઈ રિયાઝ હનુમાન મઢી પાસે મોહસીનભાઈની ચિકન શોપ પર હતા . ત્યારે રચિત,ભરત અને અશોક ચિકન ખરીદવા આવ્યા હતા. બાદમાં વધુ ચિકન આપવાનું કહીને તેમની જાતે વધુ ચિકન લઇ લેતા ચિકન મૂકી દેવાનું કહેતા ત્રણેય ઉશ્કેરાય જઈને માર મારી છરીથી કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.