પોલીસે ત્રણ શખ્સોને પકડી પાડી જુદી જુદી બેન્કોના 17 એટીએમ કાર્ડ મળી કુલ રૂ.3.56 લાખ કબજે
અબતક,રાજકોટ
રાજકોટમાં લોકોને એટીએમ કાર્ડ માં પૈસા ઉપાડવા બાબતે મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી ઠગાઈ આચરતી બિહારી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી જુદી જુદી બેંકના 17 જેટલા એટીએમ કાર્ડ મળી કુલ રૂપિયા 3.56 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. આ બિહારી ગેરના ત્રણ શખ્સોએ કુલ 6 ઠગાઈ કરી હોવાની કબુલાત આપી હતી.
વિગતો મુજબ જો કે લોકોને એટીએમમાં પૈસા ઉપાડવા બાબતે મદદ કરી તેમની સાથે છેતરપિંડી કરતી હાજરથી ગેંગના તન બિહારી શખસોને પોલીસે ઝડપી પાડયા છે.પોલીસે ટોળકીનાં સભ્યોની પુછપરછ કરતા તેમને ત્રણ દિવસ પહેલા કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસેના એટીએમમાંથી એક ગ્રાહકનું એટીએમ કાર્ડ અને પાસવર્ડ મેળવી લઈ તેના ખાતામાંથી રૂ. 11 હજાર ઉપાડી લેવાયાની ભક્તિનગર પોલીસમાં ફરીયાદ થઈ હતી.
તે પહેલા આ જ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગાયત્રીનગર મેઈન રોડ ઉપર એસબીઆઈનાં એટીએમમાં ગયેલા ગ્રાહક સાથે રૂા. 68 હજારની ઠગાઈ થઈ હતી. આ બન્ને ગુના નોંધાયા બાદ ભક્તિનગરનાં પીઆઈ એલ.એલ.ચાવડાએ તપાસ શરૂ કરી હતી. આખરે સર્વેલન્સ સ્કવોર્ડનાં ઈન્ચાર્જ એચ.એન. રાયજાદાને મળેલી બાતમીનાં આધારે બન્ને ઠગાઈમાં સંડોવાયેલી મુળબીહારનાં ચંપારણ જીલ્લાની ટોળકીનાં ત્રણ સભ્યો રૂપેશ ધ્રુવભાઈ બૈઠા (ઉ.વ.32), રાકેશ સુખદેવ સાહ (ઉ.વ.32) અને અવનીશ કુમારસિંહ સીબાલસિંહ સીંઘ (ઉં.વ.32)ને ઝડપી લીધા હતાં.
આ ટોળકીએ ભક્તિનગરમાં નોંધાયેલા બન્ને ગુના ઉપરાંત એકાદ માસ પહેલા કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ પાસેનાં એસબીઆઈનાં એટીએમમાં એક ગ્રાહક સાથે રૂ. 25 હજારની, બે મહિના પહેલા હોસ્પિટલ ચોકમાં આવેલા એસબીઆઈનાં એટીએમમાં એક ગ્રાહક સાથે રૂ. 45હજારની, બે મહિના પહેલા શાસ્ત્રી મેદાન પાસે આવેલા એસબીઆઈનાં એટીએમમાં એક ગ્રાહક સાથે રૂ. 29,500ની અને બે મહિના પહેલા જીમખાના પાસેના એટીએમમાં એક ગ્રાહક સાથે રૂ. 1.12 લાખની ઠગાઈ કર્યાની કબુલાત આપી હતી. જો કે, આ ચારેય ઘટનાઓ અંગે પોલીસમાં ફરીયાદ નહી નોંધાવાયાનું મનાય છે. પોલીસે જુદી જુદી બેંકનાં 17 એટીએમ કાર્ડ, રૂ. 3.56 લાખ રોકડા કબ્જે કર્યા વધુ કાર્યવાહી હાથધરી છે.