બિહારના ભાગલપુરના કહલગામમાં 828 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ડેમનું ઉદ્ઘાટન થાય તે પહેલા જ તૂટી ગયો હતો. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે તેનું લોકાર્પણ કરવાના હતા. ડેમ તૂટવાથી ગંગાનું પાણી ઘૂસી ગયું છે. આ ડેમને ગંગા પંપ નહેર યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવ્યો હતો. ડેમ તૂટ્યાની જાણકારી મળતાં જ ટોચના તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે.
કેવી રીતે તૂટ્યો ડેમ?
ડેમનું રાજ્યના સીએમ આજે (બુધવાર) સવારે 11.20 કલાકે ઉદ્ઘાટન કકવાના હતા. આ માટે સભાસ્થળ પણ તૈયાર થઈ ગયું હતું. પરંતુ મંગળવારે સાંજે 4 કલાકે 12માંથી માત્ર 5 મોટર પંચ શરૂ કરવામાં આવ્યા. જેના એક કલાક બાદ ડેમ તૂટી ગયો.
ગામ ફરેવાયું બેટમાં
હાલ કહલગામ બેટમાં ફેરવાઇ ગયું છે. એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી છે. પાણી હવે શહેરી વિસ્તારોમાં ઘૂસી રહ્યું છે. પાણીનો પ્રવાહ અટકાવવા રેતી ભરેલી થેલીઓ આડશ તરીકે મૂકવામાં આવી રહી છે.