ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહારમાં વાવાઝોડું અને વરસાદના કારણે ફરી એક વાર કુદરતનો કહેર જોવા મળ્યો છે. આ ત્રણેય રાજ્યોમાં વાવાઝોડું અને વીજળી પડવાના કારણે અત્યાર સુધી કુલ 33 લોકોના મોત થયા છે. તેમાંથી 9ના મોત ઉત્તર પ્રદેશમાં થયા છે. જ્યારે વીજળી પડવાના કારણે બિહારમાં 17 અને ઝારખંડમાં 12 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
12 people dead, 28 injured due to thunderstorm in different parts of Jharkhand. More details awaited pic.twitter.com/3a6OllNKRP
— ANI (@ANI) May 29, 2018
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બારાબંકી, કુશીનગર, ગોરખપુર અને આઝમગઢમાં વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે. પાટનગર દિલ્હીમાં પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અહીં 50થી 70 કિમી પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાય તેવી શક્યતા છે.
વાવાઝોડું અને વરસાદના કારણે ઘણી જગ્યાએ ઝાડ ઉખડી ગયા હોવાની માહિતી પણ મળી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે વાવાઝોડું અને વીજળી પડવાના કારણે અંદાજે 140 લોકોના મોત થયા હતા.