ગઈ કાલે બીજેપી સંસદીય બોર્ડ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે બિહારના ગર્વનર રામનાથ કોવિંદના નામની મોહર લગાવી દીધી છે અને આ સાથે જ તેને વિપક્ષ તેમજ સૌને ચોકાવી દીધા હતા અને સાથો સાથ ભારતીય જનતા પાર્ટીએ દલિત કાર્ડ ખોલીને વિપક્ષીદળોને અસમંજસમાં નાખી દીધા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસથી ભારતીય જનતા પાર્ટી ભારતના સૌથી મોટા પદ માટે ઉમેદવાર માટે બેઠક બોલાવવામાં આવતી હતી જેનો ફેશલો ગઈ કાલે થઈ ગયો હતો. રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બનવાની શક્યતા વધારે છે. જોકે આ પહેલા અગાઉ અનેક ચર્ચાસ્પદ ચહેરા હતા. પરંતુ અંતે રામનાથ કોવિંદના નામની પસંદગી કરવામાં આવી છે. ગઈ કલની બેઠકમાં વડાપ્રધાન મોદી, બીજેપી અધ્યક્ષ અમિતશાહ તેમજ અન્ય બીજેપીના મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. 71 વર્ષીય રામનાથ કોવિંદ મૂળ કાનપુરના છે અને હાલ તે બિહારના રાજ્યપાલ તરીકે કાર્યરત છે. તે વર્ષોથી ભાજપ અને આરઆરએસ સાથે સંકળાયેલા છે. વળી રામનાથ કોવિંદને લઈને કોઈ મોટો વિવાદ પણ નથી જેથી વિપક્ષને વિરોધ કરવાનો કોઈ મોકો આપ્યો નથી. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે એલ કે અડવાણી અથવા મુરલી મનોહર જોષીમાંથી કોઈ એકને પસંદ કરવામાં આવશે પણ મોદીએ દલિત સમાજમથી આવતા અને ખૂબ ઓછા ચર્ચામાં રહેલા રામનાથ કોવિંદને પસંદ કરીને ચોકાવી દીધા છે.
કોણ છે રામનાથ કોવિંદ?
ઉત્તરપ્રદેશના કાનપુરમાં 1 ઓક્ટોબર 1945માં જન્મ
કાનપુર યુનિવર્સિટીમાં બી.કોમ અને એલએલબીનો અભ્યાસ કરેલો છે
કાયદાનો અભ્યાસ તેમજ ભારતીય બંધારણની ખૂબ જાણકારી ધરાવે છે
ભાજપના અનુસુચિત જાતિ મોર્ચાંના પ્રમુખ રહી ચૂક્યા છે
1977થી 1979 સુધી દિલ્હી હાઇકોર્ટમાં વકીલાત કરી
સુપ્રીમ અને હાઇકોર્ટમાં વકીલાતનો 16 વર્ષનો અનુભવ ધરાવે છે
1977 પહેલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇના વિશેષ કાર્યકારી અધિકારી રહ્યા
રામનાથ કોવિંદ હાલ બિહારના રાજયપાલ છે
રાષ્ટ્રપતિની ચૂંટણી 17મી જુલાઇએ
આગામી 17મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને તેનું પરિણામ તેના ત્રણ દિવસ પછી એટ્લે કે 20મી જુલાઇએ જાહેર થશે. સંસદના બન્ને ગૃહો લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદો મતદાન કરીને રાષ્ટ્રપતિને પસંદ કરશે. દેશમાં અત્યારે કુલ 4896 વિધાયક તેમજ 776 સાંસદો છે. જેમથી 233 રાજ્યસભાના સાંસદ છે. જ્યારે 543 લોકસભાના છે. રાજ્યસભામાં 56 સભ્યો ભાજપ પાસે તો 59 કોંગ્રેસ પાસે સભ્યો છે.