બિહારમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. જેમાં શુક્રવારે સવારે મુસાફરોથી ભરેલી એક પેસેન્જર જીપ દાનાપુરમાં ગંગા નદીમાં પલટી ગઈ હતી. જેમાં 15 થી 18 લોકો ડૂબી ગયાના અહેવાલ સામે આવ્યા છે. પોલીસે હજી સુધી 9 મૃતદેહો બહાર કાઢ્યા છે, અને બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. અકસ્માત સર્જાતા ડ્રાઇવર સહિત અન્ય બે લોકો પોતાનો જીવ બચાવવા નદીમાં કૂદી ગયા હતા. વહીવટ તંત્ર JCB દ્વારા જીપને બહાર કાઢવામાં વ્યસ્ત છે. સ્થાનિક તરવૈયા અને SDRFની ટીમો દ્વારા લાપતા લોકોની શોધખોળ ચાલુ છે.

2 4
આ ભયાનક અકસ્માત દાનાપુરના પીપાપુલ નજીક થયો હતો, જ્યાં એક જીપ 15 થી 20 લોકો સાથે પીપળા પુલની રેલિંગ તોડી ગંગા નદીમાં પડી ગઈ હતી.

3 4
અકસ્માત થયા બાદ સ્થળ પર અફરાતફરીનું વાતાવરણ ફેલાય ગયું છે. હવે આ અકસ્માત અંગેની જવાબદારીઓ લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

5 2
મળેલી માહિતી મુજબ જીપમાં ત્રણ બાળકો સહિત 18 લોકો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બધા સંબંધીઓ છે. તે દિયારાના અખિલપુરમાં તિલક કરી દાનાપુરમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. પરંતુ તે પહેલાં આ અકસ્માત સર્જાયો હતો.

4 4
પોલીસે આપેલી માહિતી અનુસાર, અત્યાર સુધી ગુમ થયેલા લોકોમાં રમાકાંત સિંહ, તેની પત્ની ગીતા દેવી, અરવિંદ સિંહ, ઉમાકાંત સિંઘની પત્ની, અનુરાગો દેવી(પૌત્ર-પૌત્રી), સરોજ દેવી સહિત બીજા અન્ય લોકોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.