• કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા નાણાનો બેફામ દુરૂપયોગ: ઉંચા ભાવે માનીતી કંપનીઓને કોન્ટ્રાકટ આપી દેવાયા

ગુજરાતમાં ભાજપના શાસનમાં વિવિધ સરકારી વિભાગોમાં લૂંટ ચાલી રહી છે.  પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં પીજીવીસીએલ કેન્દ્ર સરકારની યોજનાના નામે કરોડો રૂપિયાની લૂંટ ચાલી રહી છે. તમામ વીજ કંપનીઓ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક મજબૂત કરવાના નામે જે કોન્ટ્રકમાં લૂંટ ચલાવાઈ રહી છે તેનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યમાં તમામ વીજ કંપનીઓ દ્વારા લૂંટનો કારોબાર ચાલુ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારની સ્કીમના નામે મજુરીના ભાવ કરતાં 400 થી 800 ટકા વધુના ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પહેલા જે સ્થાનિક કોન્ટ્રાકટર 830 રૂપિયામાં કરતા હતા તે કામ ખાનગી કંપની 3864 રૂપિયામાં કામ કરશે. લોખંડના થાંભલા ઊભા કરવાનું કામમાં પણ ખાનગી કંપનીને આપીને લૂંટ ચલાવવામાં આવે છે. એમવીસીસી વાયર લગાડવાનો ખર્ચ 4518 રૂપિયા હતો હવે ખાનગી કંપની 32239 રૂપિયામાં કરશે. લૂંટના કારોબારમાં ભાજપના નેતાનો હિત હોવાથી જે કામ અગાઉ જે ભાવમાં થતું હતું તેના કરતા 400 થી 800 ટકાના ઉંચા ભાવે માનીતી કંપનીઓને કોન્ટ્રક આપી દેવામાં આવ્યું છે.

ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડની પીજીવીસીએલમાં કેન્દ્ર સરકાર યોજનાના આરડીએસએસ યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું. આરડીએસએસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે 1 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, ટ્રાન્સમિશન મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે, આ કામના કોન્ટ્રાકટમાં રેગ્યુલર ભાવો કરતા 400 ગણો વધારો કરીને કોન્ટ્રાક્ટ અપાયો છે, 8 મીટરનો વીજ પોલ ઉભુ કરવાનું કામ અગાઉ કોન્ટ્રાકટર 830 રૂપિયામાં કરતા હતા તે 3864 રૂપિયામાં સોંપવામાં આવ્યું. 11 ઊંટ વાયર લગાવવાનું કામ જે અગાઉ 4518 રૂપિયે થતું હતું તે હવે 32,239 રૂપિયામાં આપવામાં આવ્યું છે, પીજીવીસીએલ ની સાથે સાથે જીઇબીની અન્ય કંપનીઓમાં પણ આ પ્રમાણે ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, વિજય ઇલેક્ટ્રિક અને અપાર કંપનીને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ આપ્યો છે. આટલા ઉંચા ભાવે શા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો તેની ન્યાયિક તપાસ અને જે કોઇ જવાબદાર હોય તેની સામે તાત્કાલીક પગલા ભરવા કોંગ્રેસ પક્ષએ માંગ કરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.