ગુજરાત પાસે વિશાળ દરિયાઈ કાંઠો હોવાના કારણે ઘણા ટાપુઓ આવેલા છે જેને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી શકાય
ગુજરાત રાજ્ય પાસે 1600 કિલોમીટર નો વિશાળ દરિયાઈ પટ્ટો છે ત્યારે પ્રવાસન માટે પણ વિપુલ ક્ષમતાઓ હોવા છતાં 109 ટાપુઓ ની અપેક્ષા કરવામાં આવી છે જેને ખરા અર્થમાં કહી શકાય કે ખાટલે ખૂબ મોટી ખોટ. આ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું જે કમિટી પણ ટાપુઓના વિકાસ કરવામાં નિષ્ફળ નીવડી છે. રાજ્યના કાંટાળા વિસ્તારોમાં આવેલા 144 જેટલા નાના ટાપુઓના વિકાસ માટે ગુજરાત આઇલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તેની અમલવારી હજુ સુધી શક્ય બની નથી. હાલ દ્વારકા પાસે આવેલા શિવરાજપુર બીજને સરકાર દ્વારા જે રીતે વિકસિત કરવામાં આવ્યો છે તેવી જ રીતે આ તમામ નાના ટાપુ અને જો વિકસિત કરાય તો પ્રવાસન માટે ખૂબ મોટો સ્કોપ અને તક ઉભી થઇ શકે છે એટલું જ નહીં રોજગારીનું પણ સર્જન થઈ શકે છે.
ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં એ વાત ઉપર નિર્ણય લેવામાં આવ્યો છે કે બેટ દ્વારકા અને શિયાળ બેટ ને વિકસિત કરવામાં આવશે અને ટુરિઝમ હોટસ્પોટ તરીકે ઘોષિત કરાશે અને તેના માટે ટુરીઝમ વિભાગ દ્વારા બજેટ પણ ફાળવવામાં આવશે. તું ક્યાંક ને ક્યાંક સરકારની ઈચ્છા શક્તિ નો અભાવ અને ઢીલી નેતાગીરીના કારણે જે દરિયાઈ કાંઠો વિસ્તાર છે તે હજુ સુધી વિકસિત થઈ શક્યો નથી અને આ વિસ્તારને ધ્યાન દેવામાં આવે તો પુન: ટૂરિઝમ ક્ષેત્ર વિકસિત બનશે અને ઘણા ખરા ફાયદાઓ પણ થતા જોવા મળશે.
માર્ચ 2015-16 ના રાજ્યના બજેટમાં સ્ટેચ્યુટરી બોડી અંગે નિર્ણય લેવાયો હતો અને નીતિ આયોગ દ્વારા ગુજરાતમાં 144 ટાપુઓને જાહેર કરવામાં આવ્યા હતા જે પૈકી 26 ટાપુઓ માત્ર પટલાદ જોવા મળ્યા છે. આયોગ દ્વારા સાત ટાપુઓને સુરક્ષા અને પ્રવાસન હેતુથી વિકસિત કરવાનો નિર્ણય પણ લીધો હતો જેમાં મામલિયા, મુરગા, બેટ શનકોદર, પીરોટન, સવાઇબેટ, પિરમ અને આલિયાબેટનો સમાવેશ થાય છે. જે પ્રોજેક્ટ અંગે સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો અને જેની મંજૂરી પણ આપવામાં આવી હતી તે પ્રોજેક્ટ હજુ પણ કાર્યશીલ થયા નથી જેની પાછળ સરકારની ઈચ્છા શક્તિ અને ઢીલી નેતાગીરી મુખ્ય કારણ છે.
રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપી આઠ મુખ્ય શહેરો અને 150 નાના ટાપુઓને વિકસિત કરવાનો માસ્ટર પ્લાન ઘડાયો
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એક્ટ હેઠળ રાજ્યમાં સ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપી આઠ મુખ્ય શહેરો અને દરિયાઈ કાંઠા વિસ્તારના 150 જેટલા નાના ટાપુ અને વિકસિત કરવાનો માસ્ટર પ્લાન ઘડવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 39 મી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બોર્ડની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશીપ ના ધોરણે હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં નવાખી નજીક સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન તરીકે વિકસિત કરાશે. તરફ બેટ દ્વારકા અને શિયાળ બેજ ને ટુરિઝમ હોટસ્પોટ તરીકે પણ વિકસિત કરાશે હાલ આઇલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા 150 જેટલા નાના ટાપુઓને નિર્ધારિત કરવામાં આવ્યા છે અને તેનો વિકાસ પણ આવનારા દિવસોમાં શક્ય બનશે.