બિગબોસ ૧૧ ની સીઝન શરુ થઈ ગઈ છે. બિગબોસ શોના પ્રથમ દિવસે જ ઘરના કન્ટેસ્ટંટ વચ્ચે ગરમાગરમી જોવા મળી હતી. એપિસોડમાં એક તરફ, ઘરના કન્ટેસ્ટંટની પાડોશીઓ સાથે લડાઈ થઇ હતી.બીજી તરફ, ‘ભાભીજી ઘર પર હે’ ની ભાભીજી ઉર્ફે શિલ્પા શિંદે પ્રોડ્યુસર વિકાસ ગુપ્તા સાથે ફરીથી જૂના મુદ્દે ઝઘડતા નજર આવી હતી.
તમને જણાવી દઈએ કે, ૨ ઓકટોબરે બે સેલિબ્રિટી કન્ટેસ્ટંટ હિના ખાન અને બેનફશા સોનાવાલાએ બિગબોસના ઘરની અંદર પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ કારણે ‘બિગબોસ’ એ આ કન્ટેસ્ટંટ માટે એક સરપ્રાઈઝ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરી હતી.બિગબોસ એ હીના અને બેનફશા માટે એક કેક મોકલી અને બંને કન્ટેસ્ટંટનો બર્થડે સેલિબ્રેટ કરી શુભેચ્છા પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, ટીવી રિયાલીટી શો બિગબોસ ૧૧ માટે તૈયાર બોલિવુડ એક્ટર સલમાન ખાનનું કહેવું છે કે, તેમને બધા પ્રતિભાગીઓ તરફથી સારા વ્યવહારની આશા છે. શો લોન્ચ ઇવેન્ટ દરમિયાન સલમાને કહ્યું કે, હું ઈચ્છુ છુ કે, બધા યોગ્ય વ્યવહાર કરે.
સલમાને કહ્યું કે, મને ખબર છે કે આ સરળ નથી પરંતુ જ્યારે બધા પ્રતિભાગીઓ અલગ-અલગ જગ્યા પરથી આવતા હોય છે અને અહીં આ શોમાં તેઓ ફર્સ્ટ ટાઈમ મળતા હોય છે, ત્યારે તેઓ મિત્રતા,રાજનીતિ અને મુશ્કેલીના સમયમાંથી પસાર થાય છે. તોપણ તેમણે વ્યવસ્થિત રીતે રજૂ થવું જોઈએ. સલમાને કહ્યું કે, મને લાગે છે કે, ઘણા લોકો તેમની કારકિર્દીને નવું જીવન આપવા માટે આ શોમાં આવે છે અને જો તેઓ લોકો સાથે લડાઈ અને દુર્વ્યવહાર કરશે તો પ્રોફેશનલી તેમની સાથે કોઈ કામ કરવાનું પસંદ કરશે નહિ.