સદ્ભાવના વૃધ્ધાશ્રમ, એનિમલ હેલ્પલાઇનની ડિઝિટલ પ્રેરણા
સદભાવના વૃધ્ધાશ્રમ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં વૃધ્ધાશ્રમ ચલાવી ૨હેલ છે. પાંચ વર્ષથી પહેલા સાત વડીલોથી શરૂઆત થઈ હતી.આજરોજ ૨૪પ વડીલો બીરાજમાન છે. તેમાંથી ૭૦ વડીલો પથરીવશ છે. કોઈને આંખોની, કોઈને હાથની, કોઈને પગની. આ બધા વડીલોને ખૂબ જ સ્નેહપૂર્વક સંસમાં આશ્રય અપાયો છે. દરેક અઠવાડિયે રૂા. ૧૦૦/-બધા જ વડીલોને હાથ ખર્ચીનાં રોકડા આપવામાં આવે છે. વડીલોને જુના કપડા ક્યારેય પહેરાવાતાની. સ્થાનની અનુકુળતા મુજબ નવા જ કપડા સીવડાવી દેવામાં આવે છે.
હજુ વધુ વડીલોનો સમાવેશ થઈ શકે તે માટે ગુજરાતમાં ૧૮૦૦૦ થી વધુ ગામડાઓનાં સ૨પંચને મોબાઈલ ક૨થીને જાણ ક૨વામાં આવી છે કે આવા કોઈ વડીલો આજુબાજુ હોઈ તો સંસ્થાને જાણ ક૨વા વિનંતી છે.
બ્લડની અછત સર્જાઇ છે તેવા સંજોગોમાં જીવદયા પ્રવૃતિને વેગ મળે અને લોકો બ્લડ ડોનેશન માટે આગળ આવે એ માટે સદભાવનાં વૃધ્ધાશ્રમ અને એનીમલ હેલ્પલાઈનનાં સંયુક્ત પ્રયાસોી આધુનિક ટેકનોલોજીનો સહારો લઈ લોકોને પોતાના ફોટામાં વોટસએપ ઉપ૨ બ્લડ ડોનેશન માટેનો સંદેશો અને જીવદયાપ્રવૃતિ અંગેનો સંદેશો આપવા માટે ફ્રી વોટસએપ/ફેસબુક અને તમામ સોશ્યલ મીડીયામાં પ્રસા૨થીત ક૨વા માટે ફોટો ફે્રમ ફ્રીમાં બનાવી દેવામાં આવે છે. અત્યા૨ સુધીમાં વિવિધ શહેરોમાં લોકોને ૪૦૦૦(ચા૨ હજા૨) થી વધુ આવી બ્લડ ડોનેશન અને જીવદયાનો સંદેશો આપતી ફોટો ફે્રમ તૈયા૨ ક૨થી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રવૃતિમાં મીતલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘાણી, ગેોરાંગભાઈ ઠકક૨, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિજયભાઈ ડોબ૨થીયા, સુધી૨ભાઈ શાહ, સંજયભાઈ રામાણી, રાજુભાઈ પટેલ, ધીરેન્દ્રભાઈ કાનાબા૨ સહીતનાઓ જહેમત ઉઠાવી ૨હયા છે. આ માટે ધીરેન્દ્રભાઈ કાનાબા૨ ૯૮૨પ૦૭૭૩૦૬ અને મીતલભાઈ ખેતાણી ૯૮૨૪૨૨૧૯૯૯ પ૨ સંપર્ક ક૨વા યાદીમાં જણાવાયુ છે.
ગ્રીનમેન બન્યા ફૂડ મેન દરરોજ ૫૨૦૦ લોકોને ભોજન
રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતમાં પ્રથમ ૨૧ અને ત્યાર બાદ બીજા ૧૯ દિવસ માટે લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના ગ્રીન મેન તરીકે પ્રખ્યાત વિજય ડોબરીયા હાલ ફૂડ મેન બન્યા છે.
હાલ કોરોના વાઇરસના કારણે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ છે. ત્યારે સૌથી મોટી મુશ્કેલી લોકોને છે કે કઈ રીતે તેઓ પોતાનો તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ૩૬૦૦૦૦ જેટલા વૃક્ષો વાવનાર વિજય ડોબરીયા દ્વારા હાલ લોકોની જઠરાગ્નિ શાંત કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ભગીરથ કાર્યમાં તેઓની સાથે તેમના દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમના વડીલો પણ જોડાયા છે.
૫૦ ટિફિન થી શરૂ કરેલ હાલ આ ભગીરથ કાર્ય આજે ૫૨૦૦ જેટલા ટિફિન ના આંકડા પર પહોંચ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં આંકડો હજુ પણ વધશે.