અબતક, રાજકોટ : ભારત અને એશિયાના બીજા સૌથી ધનવાન ગૌતમ અદાણીની આગેવાની ધરાવતા અદાણી ગ્રુપ માટે એક પડકાર ઉભો થયો છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપૉઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ફંન્ડ્સ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન ફંડના એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે. આમની પાસે અદાણી ગ્રુપની 4 કંપનીના 43,500 કરોડ રૂપિયાથી વધારેના શૅર છે. NSDLની વેબસાઇટ પ્રમાણે આ અકાઉન્ટ્સ 31 મેના કે તેના પહેલા ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

નેશનલ સિક્યોરિટીઝ ડિપૉઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ફંન્ડ્સના એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા

આ ત્રણેયની અદાણી એન્ટપ્રાઇઝેસમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગૅસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા ભાગીદારી છે. કસ્ટોડિયન બેન્કો અને વિદેશી નિવેશકોને હેન્ડલ કરતી લૉ ફર્મ્સ પ્રમાણે આ વિદેશી ફંડ્સે બેનિફિશિયલ ઑનરશિપ વિશે સંપૂર્ણ માહિતી નહીં હોય. આ કારણે તેમના અકાઉન્ટ્સને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. પ્રીવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ એક્ટ હેઠળ બેનિફિશિયલ ઑનરશિપ વિશે સંપૂર્ણ માહિતી આપવી જરૂરી છે.

અકાઉન્ટ ફ્રીઝ થવા એટલે સિક્યોરિટીઝનું ખરીદ- વેચાણ ઉપર રોક

એક અધિકારીએ જણાવ્યું કે અમૂમન કસ્ટોડિયન પોતાના ક્લાઇન્ટ્સને આ પ્રકારની કાર્યવાહી વિશે આગાહ કરે છે પણ જો ફન્ડ આ વિશે જવાબ નથી આપતા કે તેનું પાલન ન કરે તો અકાઉન્ટ ફ્રીઝ કરી શકાય છે. અકાઉન્ટ ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે ફન્ડ ન તો કોઇ હાલની સિક્યોરિટીઝ વેચી  શકે છે અને ન તો નવી ખરીદી કરી શકે છે.આ વિશે એનએસડીએલ, સેબી અને અદાણી ગ્રુપને મોકલવામાં આવેલા ઇમેલનો કોઇ જવાબ નથી આવ્યો. અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ  સાથે સંપર્ક થઈ શક્યો નથી. આ ત્રણ ફન્ડ સેબીમાં વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ તરીકે રજિસ્ટર્ડ છે અને મૉરીશિયસથી પોતાનું કામકાજ ચલાવે છે. આ ત્રણેય પોર્ટ લૂઇમાં એક જ એડ્રેસ પર રજિસ્ટર્ડ છે અને તેમની કોઇ વેબસાઇટ નથી.

શૅરની કિંમતોમાં છેડછાડની તપાસ

કૅપિટલ માર્કેટ્સ રેગ્યુલેટરે 2019માં એફપીઆઇ માટે કેવાઇસી ડૉક્યુમેન્ટેશનને પીએમએલએ પ્રમાણે કરી દેવામાં આવ્યા હતા. ફન્ડ્સને 2020 સુધી નવા નિયમોનું પાલન કરવાનો સમય આપવામાં આવ્યો હતો. સેબીનું કહેવું હતું કે નવા નિયમોનું પાલન ન કરતા ફન્ડ્સના અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે. નવા નિયમો પ્રમાણે એફપીઆઇને કેટલીક બાકીની માહિતી આપવાની હતી. આમાં કૉમન ઑનરશિપનો ખુાસો અને ફન્ડ મેનેજર્સ જેવા મહત્વના કર્મચારીઓની પર્સનલ ડિટેલ્સ સામેલ હતી.માનવામાં આવી રહ્યું છે કે સેબી અદાણી ગ્રુપની કંપનીઓના શૅરની પ્રાઇઝ મેનીપ્યુલેશનની પણ તપાસ કરે છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓના શૅમાં 200થી 1000 ટકાનો ઉછાળો આવ્યો છે. મામલે એક જાણકારે જણાવ્યું કે સેબીએ 2020માં આ મામલે તપાસ શરૂ કરી હતી જે અત્યારે પણ ચાલી રહી છે. આ મામલે સેબીએ તેને મોકલેલા સવાલોના જવાબ નથી આપ્યા.

અદાણી ગ્રુપના શૅરમાં છેલ્લા એક વર્ષમાં ભારે તેજી રહી

છેલ્લા એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશનના શૅરમાં 669 ટકા, અદાણી ટોટલ ગેસના શૅરમાં 349 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝેસના શૅરમાં 972 ટકા અને અદાણી ગ્રીનના શૅરમાં 254 ટકા તેજી આવી છે. આ રીતે અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરના શૅરમાં ક્રમશઃ 147 ટકા અને 295 ટકા ઉછાળો આવ્યો છે. શુક્રવારે અદાણી ગ્રુપની કુલ માર્કેટ કૅપ 9.5 લાખ કરોડ રૂપિયા હતી જેને કારણે ગ્રુપના ચૅરમેન ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી મૌટા ધનાઢ્ય બન્યા છે. અદાણી ટ્રાન્સમિશનમાં પ્રમોટર ગ્રુની 74.92 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝેસમાં 74.92 ટકા, અદાણી ટોટલ ગૅસમાં 74.80 ટકા અને અદાણી ગ્રીનમાં 56.29 ટકા ભાગીદારી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.