ઇન્ડિયન પ્રીમિયર લીગ- આઈપીએલની રમાઈ રહેલી 13મી સીઝનને જીતવાના ઇરાદાથી મેદાને ઊતરેલ સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) અને દિલ્હી કેપિટલ્સ (ડીસી)ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આ બંને ફ્રેન્ચાઇઝીના એક-એક ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયા છે.

દીલ્હી કેપીટલ્સના અમિત મિશ્રાને આંગળીમાં ફ્રેક્ચર થયુ હોવાથી જ્યારે હૈદરાબાદ ટીમના ભુવનેશ્વર કુમાર હિપ ઇજાના કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થઇ ગયા છે.

દિલ્હીની ટીમ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મેદાનમાં ઉતરવાની છે. પરંતુ ઠીક મેચ પહેલા જ ટીમાટે દુ:ખદ સમાચાર આવ્યા છે.

પ્રભાવશાળી સ્પિનર ​​અમિત મિશ્રાને આંગળીની ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, અમિત મિશ્રાને શારજાહ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઇડર્સ સામેની મેચમાં આ ઈજા થઈ હતી. આઈપીએલમાં સૌથી વધુ ઝડપી વિકેટ લેવાની બાબતમાં અમિત મિશ્રાનુ નામ બીજા ક્રમે છે. તેમણે 160 વિકેટ જડપી છે, જ્યારે લસિથ મલિંગા 170 વિકેટની સાથે પહેલાં ક્રમે છે. જો તે આ ટૂર્નામેન્ટ આગળ રમી શક્યો હોત, તો તે કદાચ સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી પણ બની શકેત.

તો બીજી તરફ, ભુવનેશ્વર કુમારને સીએસકે સામેની છેલ્લી ઓવર દરમિયાન ઈજા પહોંચી હતી. આ કારણે તે ઓવર પૂર્ણ કરી શક્યો નહીં. ખલીલ અહેમદે તેની જગ્યાએ 19 મી ઓવર જ્યારે અબ્દુલે ઇનિંગની છેલ્લી ઓવર નાખી હતી. ઝડપી બોલર ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થઈ ટુર્નામેન્ટમાંથી આઉટ થાય એ હૈદરાબાદ માટે મોટો આંચકો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.