દુનિયાના મોટાભાગના દેશોમાં કારમાં એરબેગ ફરજિયાત કરવામાં આવી છે જે વાહન અકસ્માતના કિસ્સામાં સુરક્ષા કવચ તરીકે કામ કરે છે ત્યારે સુરતમાં આજરોજ અકસ્માતની ઘટના બની હતી જેમાં એરબેગના લીધે કાર સવાર પાંચ લોકોનો બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના ઉમરા વિસ્તારની છે જ્યાં લાલ બંગલો ની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં બેકાબુ બનેલી કાર અચાનક પાર્કિંગમાં ઘૂસી ગઈ હતી. આકારમાં પાંચ લોકો સવાર હતા ત્યારે સમયસર એરબેક ખુલી જતા પાંચ લોકોનો બચાવ થયો હતો.
બેકાબુ બનેલી કાર પાર્કિંગમાં છતાં કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી જેમાં કારના ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાર્કિંગમાં કાર ધડાકા પેર અથડાતા કારમાં મોટું નુકસાન થવા પામ્યું હતું પરંતુ કારમાં રહેલી એર બેગ સમયસર ખુલી જતા પાંચ લોકોના જીવ બચ્યા હતા. ઘટનાને પગલે સોસાયટીના લોકો ભેગા થયા હતા અને પરિવારના સભ્યોને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.